હાલ ના સમયમાં દરેક ગામ પંચાયત પર દરેક ગામમાં પંચાયતના કામો નથી થતા,તેથી તકલીફો નો સામનો લોકો કરી રહ્યા છે
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી, રાણી ફળિયા ગામના લોકો તલાટી ઓની અચોકકસ હડતાલ ના કારણે લોકો એ ગ્રામપંચાયત ના વારંવાર ધક્કા ખાવા પડે છે.તેથી ખોટાં આંટા ફેરા થી લોકો પરેશાન થયા છે હનુમાનબારી ગામ નાં સરપંચ રાકેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઇ દેસાઈ એ જણાવ્યું હતું કે હનુમાનબારી ગામમાં આજુબાજુ હોસ્પિટલ ઘણી છે તેથી લોકોનું જન્મ ના દાખલા ,મરણના દાખલા ની વધુ જરૂર હોય છે અને બીજા વારસાઇ, પેઢી નામું, જેવી ઘણાં કામો હાલમાં બંધ છે.તેથી તલાટીઓની માંગણી વહેલી તકે સંતોષાઈ અને વહેલી તકે એમની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ .જેથી લોકોના પંચાયત ને લગતા કામો થાય.અને ગામજનોએ પંચાયતના ખોટા ધક્કા ન ખાવા પડે.
તાલુકા પંચાયત સદસ્ય યોગેશ ડી. દેસાઈ સરપંચ રાકેશભાઈ એમ. પટેલ ,ડે. સરપંચ પ્રિયકા બહેન પંચાયત સભ્યો રાજુભાઈ. વિજયભાઈ. ગ્રામજનો અરજદાર વગેરે હાજર રહ્યા હતા
TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ