વાંકલ..
માંગરોળના વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને મીની મેરેથોન દોડનું યોજવામાં આવી હતી ઉપરોક્ત સ્પર્ધાઓનું આયોજન ડૉ. યોગેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સરકારશ્રી દ્વારા જણાવ્યા મુજબ કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગો ફરકાવવા માટે તથા તિરંગા નું માન-સન્માન જાળવી રાખવા પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને તિરંગા નો ઇતિહાસ જણાવવામાં આવ્યો હતો અને દેશ સેવા માટે હંમેશાં તત્પર રહેવા જણાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું આયોજન ડૉ. રાજેશ સેનમા, ડૉ. ધર્મેશ મહાજન, ડૉ. નિશાંત જુનારકર, ડૉ અનિલ સિંઘ, ડૉ. હેમલ વણકર, પ્રો. વનરાજ કાગડા, પ્રો. દીલિપ ભાયાણી અને પ્રો.કુમાર ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS. વાંકલ માંગરોળ. રિપોર્ટર .વિનોદ મૈસુરિયાં