વાસદા તાલુકામાં નર્સિંગ ઇન્સ્ટિટયૂટ બોગસ છે કે કોઈ અધિકારી ની રહેમ નજર હેઠળ છે?આ ગોરખધંધા ચલાવી રહ્યા છે.
“અધિકૃત પરવાનો છે કે? પોતાની મનમાની થી દુકાન ખોલી બેઠા છે?”. ઘણા સવાલો ઊભા થયા છે.
[ જવાબદાર અધિકારી માટે એક પડકાર સ્વરૂપ તપાસનો વિષય ! . ]
આવી નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ ની ખૂબજ ઝીણવટભરી તપાસ ની જરૂર . ——————————-
—[માનવ અધિકાર સંગઠન અને પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોએ તથા આગેવાન સુરેશ પટેલે ફરી એકવાર લીધી મામલતદાર વાંસદા શ્રી અનિલ વસાવા ની મુલાકાત. ]
વાસદા મામલતદાર શ્રી અનિલ વસાવાની મુલાકાત લેતા નર્સિંગ ઇન્સ્ટિટયૂટ ના વિદ્યાર્થીની એ આપેલ અરજી બાબતે તેમણે જણાવ્યું કે તપાસ હાલ ચાલુ છે અને સંચાલકો તરફથી હજુ સુધી લીગલ પુરાવા પૂરતા પ્રમાણમાં રજૂ કરેલ નથી વિદ્યાર્થીનીઓએ જે આક્ષેપો કર્યા છે તેનો ખુલાસો જરૂર થશે અને જો સંસ્થા કસૂરવાર અને ગેરકાયદેસર જણાશે તો તાળા ચોક્કસ લાગશે તેવો સંતોષકારક મામલતદાર અનિલ વસાવા તરફથી હોદ્દેદારોને જવાબ મળતા વિદ્યાર્થીઓને પણ ન્યાય મળશે તેવી આશા નજરે પડી.
વાસદા તાલુકાના ખડકાળા ખાતે ચાલતી શ્રીજી ઇન્સ્ટિટયૂટ , રાધા કિશન ઇન્સ્ટિટ્યૂટ રૂપવેલ અને હનુમાનબારી ખાતે ચાલતી યસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટની તપાસ હાથ ધરાઈ.
અમિત મૈસુરીયા-
TODAY 9 SANDESH NEWS