વાંસદા નો સરદાર બાગ ગામનું ઘરેણું છે.ઘણા વર્ષો થી જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો.

0
126

—– વાંસદા માં રજવાડાના સમયમાં નિર્માણ પામેલ સરદાર બાગ ઘણા વર્ષો થી જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો.

“(હાલ વાંસદા નગર ના સ્થાનિકો બાગ બગીચો વિરાન અવસ્થામાં હોવાથી બાળકો એ રમતગમત માટે તથા ગામના વડીલો એ ફરવા ક્યાં જવું? એ ઘણાં વર્ષો થી સવાલ ઉભો છે.) ”
“( સરદાર બાગ માટે શું ખરેખર સરકારી ગ્રાન્ટ નો પુરેપુરો ઉપયોગ થયો હશે ? “. )

વાંસદા નગરની ધરોહર સમાન સરદાર બાગનું નિર્માણ 1930માં રાજા ઈન્દ્રવદનસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું.

વાંસદા નગરમાં આવેલ સરદાર બાગ મેંટેનન્સ અને જળવવીના અભાવે ઉજ્જજડ બનવા પામ્યો છે .હાલ બાગમાં રમત ગામતના સાધનો ફુવારો જર્જરિત અવસ્થામાં નજરે પડી રહ્યા છે. તેમજ બાગમાં અનેક જગ્યાએ ઝાડી ઝાખરા ઊગી નીકળેલા જોવા મળી રહ્યા છે જેમાં ફૂલ છોડનું નામ નિશાન નથી હાલમાં બાગમાં ડુક્કરોએ અડ્ડો જમાવેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમજ બગનો મેંન ગેટ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે

. —— જેમાં વર્ષો પહેલા મોટી સંખ્યામાં ચંદનના વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા હતા .જે વૃક્ષોની ચોરી ચોરી થઈ જતા હાલ બાગમાં ગણ્યા ગાંઠ્યા વૃક્ષો જોવા મળી રહ્યા છે.

બાગનું 1930માં વાંસદાના રાજા ઇન્દ્રવદનસિંહજી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું નામ પબ્લિક પાર્ક નામ આપવામાં આવ્યું હતું જેમાં અનેક પ્રકારના ફૂલ છોડ તેમજ રમત ગમતના સાધનો મુકવામાં આવ્યા હતા. તેમજ આગાઉ ફુવારા,માછલીના હોજ તેમજ બાગમાં ચંદનના વૃક્ષો પણ રોપવામાં આવ્યા હતા તે સમયના વાંસદા રાજ્યના પોલીસ બેન્ડ દ્વારા દર સોમવારે અને ગુરુવારે બાગમાં સાંજના સમયે સંગીતની સુરાવલી નો પ્રોગ્રામ રાખવામાં આવતો .

જેનો આનંદ માણવા અનેક લોકો ઉમટી પડતા તે સમયે રાત્રી દરમીયન સંગીત વાગતું તેમજ રંગબેરંગી ફુવારા નિહાળવા તેમજ લાઇટિંગ નિહાળવા અનેક લોકો આવતા રાજ્યના વિલીનીકરણ બાદ આ બાગ મ્યુન્સિપાલટી હસ્તક થયો હતો ત્યાર બાદ 1961 માં ગ્રામપંચાયત આવતા બાગ ગ્રામપંચાયતના તાબા હેઠળ આવતો હતો પરંતુ આ દરમિયાન બાગની સ્થિતિ ખરાબ થવા પામી હતી

1965 માં નરેન્દ્રભાઇ પુરોહિત સરપંચ બનતા બાગમાં સુધારો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ 1971માં અનુપસિંહ સોલંકી સરપંચ બનતા બાગનું સંપૂર્ણ રીનોવિશેન કરી બાગમાં વિકાસના કામો કરવામાં આવ્યા હતા.

1980 માં આ બાગના વિસ્તરણમાંથી ત્રણ એકર જમીન નિવાસી શાળા માટે સંપાદન કરી દેવામાં આવી હતી બાદમાં શાળા માટે જમીન સંપાદન થઈ જતા બાગની સુંદરતા અને વ્યાપ ઘટવા મળ્યો હતો.

સરપંચ તરીકે રાજેશભાઈ ગાંધીએ આ બાગનું નામ સરદાર બાગ તરીકે જાહેર કર્યું જે બાદ લગભગ 2001 બાદ આ બાગની જાળવણી અને મેંન્ટેનન્સના અભાવે બાગની દુર્દશા શરૂ થઈ હતી જે હાલમાં બાગ ખુબજ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે.

રાજા રજવાડા સમયનો બાગ વાંસદા નગરની ધરોહર છે જે આકર્ષણનું કેન્દ્ર હતો પરંતુ કમનસીબે એની જાળવણી ન કરાતા વાસદાની ધરોહર સમાન બાગ હાલ લુપ્તતાની આરે છે જે ખુબજ નિંદનીય બાબત છે ભાગના નવીનીકરણ માટે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે તો બાગ પુનઃસ્થાપિત કરી શકાય એમ છે.

– અનુપસિંહ સોલંકી વનપંડિત વાંસદા

બાગના નવીનીકરણ માટે અમે બજેટમાં લીધું છે જેનું સંપૂર્ણ નવીનીકરણ ટુકસમયમાં કરવામાં આવશે તેમજ બાગ બાબતે અમે ડી.ડી.ઓ નવસારી માં પણ દરખાસ્ત મૂકી છે બાગના નવીનીકરણમાં ગ્રાન્ટ ની જરૂર પડશે તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ રજુવાત કરવામાં આવશે. – (ગુલાબભાઈ પટેલ )સરપંચ .વાંસદા.

વાંસદા નો સરદાર બાગ ગામનું ઘરેણું છે. છેલ્લા ઘણા સમયથી સરદાર બાગના નામને કલંક લાગે એવો વિકાસ ગ્રામ પંચાયતના શાસકો કરી રહ્યા છે .વાંસદા ગામના હિતમાં સરદાર બાગને ડેવલોપ કરવો એ સમયની માંગ છે છતાં એના વિકાસ પ્રત્યે ઓરમાયું વર્તન ગ્રામપંચાયતના શાસકો દ્વારા કરવામાં આવી રહ્યું છે બાગનું નવીનીકરણ કરવામાં આવે એવી દરેક ગ્રામજનોની માંગ છે.

— રાજીતભાઈ પાનવાલા માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ .વાંસદા
________________________________________

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
અમિત મૈસુરીયા- ———–

—- TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here