” બેટી પઢાવો આત્મનિર્ભર બનો , મહિલાઓ અને છોકરીઓનો સશક્તિકરણ”
નવસારી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ ની દીકરી ના જન્મદિન નિમિત્તે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાંભલા ગામ ની વર્ગશાળામાં બેટી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીની ઓને જરૂરિયાતની વસ્તુઓ વિતરણ કરવામાં આવી.
વાંસદા તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં ખાંભલા ગામની વર્ગ શાળામાં બેટી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી દીકરીઓને અને વિદ્યાર્થીઓ ને સેનેટરી પેડ નોટબુક સ્ટેશનરી કીટ ,ડસ્ટબીન ,કંપાસ, વોટર બોટલ ,ટિફિન બોક્સ,વગેરે જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ ટ્રસ્ટ દ્વારા શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસરૂમનું સંપૂર્ણ પણે માહિતી મળી રહે તે હેતુથી સ્માર્ટ કલાસ રૂમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ બેટી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “બેટી કેર બેંક” દ્વારા દીકરીઓને સેનેટરી સામગ્રી પૂરી પાડશે..
આ પ્રસંગે હાજર મહેમાનો આ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ ,પ્રીતિ શાહ, બાલકૃષ્ણ પ્રધાન, રાકેશ શર્મા ,પ્રીતિ શર્મા ડો.લોચન શાસ્ત્રી ,સંજય બિરારી ,બાબુજુભાઈ ,રાજુ મોહિતે,દલુભાઈ, શાંતુભાઇ યશપાલસિંહ સોલંકી , વિજુભાઈ શાહ ,સુનિલ કુંવર સ્કૂલ સ્ટાફ ,ખાંભલા સરપંચ અરવિંદભાઈ ,આંબાપાણી સરપંચ શશીકાંત ચૌધરી ,ખાંભાલા પંચાયત સભ્યો વગેર મહેમાન હજાર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS. વાંસદા