_____ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , જેસીઆઇ વાંસદા દ્વારા વાંસદા ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
–વિશ્વ રક્તદાતા દિવસે વાંસદા ખાતે 40 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું .
આ કેમ્પનું ઉદઘાટન રેડ ક્રોસના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબના હસ્તે ઉ્દઘાટન કરવામાં આવ્યું .આ કેમ્પમાં કુલ 40 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ કેમ્પમાં લાયન્સ ક્લબ બીલીમોરા બ્લડ બેન્ક દ્વારા સહકાર આપવામાં આવેલ.
આ કાર્યક્રમ માં રેડ ક્રોસ સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી ,જેસીઆઈ પ્રમુખ મિતુલ ભાવસાર ,મંત્રી સાગર પટેલ, વિજય પટેલ,આશિષ સોલંકી, યોગેશ દેસાઈ, નિલેશ પારેખ, હિનેશ ભાવસાર ,સ્મિત સોલંકી ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ ,ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા વિગેરે હાજર રહેલ . કેમ્પમાં રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું. અને રક્તદાતાઓ નો આભાર માનવામાં આવ્યો હતો.
અમિત મૈસુરીયા-
TODAY 9 SANDESH NEWS