વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે ત્યારે વાંસદા તાલુકામાં અવાર નવાર અજગર પકડાયા હોઈ એવા અનેક કિસ્સાઓ સંભાળવાંમાં આવ્યા હોઈ ત્યારે ખાટાઆંબા ગામખાતે રાત્રીના સમયે સાડા દસ વાગ્યાના અરસામાં એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયા બાદ આ અજગરને પાછો જંગલમાં સહી સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ખાટાઆંબા ગામના નિશાળફળીયા માં રાત્રીના૧૦.૩૦ વાગ્યા-ના અરશામાં સુશીલભાઈ ગાંવિત અને બાદલભાઈ મહાકાળભાઈ રાત્રીના સમયે ખાટાઆંબા ગામના નિશાળફળીયા માંથી પસાર થતાં હતા તે સમયે તેમની નજર અજીતભાઈ ચંદુભાઈ પઢેરના ઘરની બાજુના ખેતરમાંથી રસ્તા પર આવતા એક મહાકાય અજગર પડતા તેમણે ત્યાં આજુબાજુના ઘરોમાં રહેતા લોકોને આ અજગર બાબતે જાણ કરીને સાથેમળીને ભારે જહેમત બાદ આ સાડા સાત ફૂટ લંબાઈ ધરાવતો અને 15કિલોગ્રામ જેટલું વજન ધરાવતા આ અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું ત્યારે નિશાળફળીયાના લોકો એ હાશકારો અનુભવ્યો હતો ત્યારબાદ આ અજગરને પાછો જંગલમાં સહી સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો.
Today 9 sandesh News વાસદા