વાંસદા,
ચોક બોલ એન્ડ પ્લેડ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત યશ પર્વતારોહણ અને ટ્રેકિંગ કેમ્પ ના માધ્યમથી તોરણીયા ડુંગર ઉપર ચાલતી વિવિધ પર્વતારોહણ ની તાલીમો માં કુશળતા પ્રાપ્ત કરી હાલ ૨૧/૦૯/૨૦૨૨ના રોજ યોજાનાર હિમાલય ભ્રમણ માટેની શારિરીક યોગ્યતા કસોટી માટે પસંદગી થઈ છે
નવસારી જિલ્લાના પર્વતારોહી કાજલ માહલા ગામ નવતાડ અને વિકેશ ગામિત ગામ ચારણવાડા તથા વલસાડ જિલ્લાના ઉમરગામ ખતલવાડા ના યુવા પર્વતારોહક માછી બ્રિજેશકુમાર તા 21/09/2022 ના રોજ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે હાજર થશે.
ત્યાં સમગ્ર ગુજરાત ના શારીરિક, માનસિક તંદુરસ્ત, અને કુશળતાપૂર્વક કૌશલ્ય થી પારંગત હોય તેમજ ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ સફળતાપુર્વક પૂર્ણ કરેલ હોવો જરૂરી અને યોગ્ય તમામ ફીઝીક્લ પેરામીટર માંથી પાસ થઈ શારિરીક યોગ્યતા કસોટી માટેનો અભ્યાસક્રમ બેઝિકથી કોચિંગ કોર્ષ ઈન રોક ક્લાઈમીંગનો રહેશે. આ ઉપરાંત 5. કિ.મી. દોડ રહેશે. તેમજ પહાડો કે દહાડો કે દીવાને, લહરાને ચલે નીલ ગગન તિરંગા નારા ને સફળ બનાવેલ છે.
વિશેષમાં સંસ્થા ના આયોજક શ્રી ડૉ. વિજય પટેલ ( મોટીભમતી મો.7567973241 ) અને તેમની નિષ્ણાંત ટીમે અભિનંદન. પાઠવતાં આ પર્વતારોહી, માછી બ્રિજેશ, ગામીત વિકેશ માહલા કાજલ. દરેક મિત્રો ને હિમાલય ટ્રેકિંગ પ્રોગ્રામ 2022/23 માં સિલેક્શન થવા બદલ દરેક પર્વતારોહી તરફથી અભિનંદન પાઠવ્યા
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ………………….
અમિત મૈસુરીયા