નવસારી જિલ્લાના આસણા ગામના કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

0
176

જલાલપોર તાલુકાના આસણા ગામના કાપડિયા ગ્રાઉન્ડ પર બે ફાયનલ મેચ રમાવામા આવી જેમાં પહેલી અંડર ટવેન્ટી ફાઈવમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આસણા અંડર ટવેન્ટી ફાઈવ તથા કપલેટા અંડર ટવેન્ટી ફાઈવ વચ્ચે રમાઇ હતી જેમાં કપલેટા ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરતાં ૧૭૮ કર્યા હતા જેના જવાબમાં આસણા અંડર ટવેન્ટી ફાઈવ ની ટીમ ૧૫૦ રન બનાવી શકી હતી જેથી અંડર ટવેન્ટી ફાઈવ ની ફાયનલ મેચમાં કપલેટા ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

અંડર ટવેન્ટી ફાઈવ માં મેન ઓફ ધ સિરીઝ નું ઈનામ દીપક રાજપુત આપવામાં આવ્યું હતું તથા બેસ્ટ બેટ્સમેન,બેસ્ટ બોલરનુ ઈનામ અસ્લમ બાગી ને આપવામાં આવ્યું હતું તથા બીજી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાપડિયા ગ્રાઉન્ડ પર ૩૨ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ટુર્નામેન્ટની અંતે લાજપોર ટીમ તથા સચીન ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં સચિન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવર રમી ૨૧૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં લાજપોર ની ટીમે છ વિકેટ ગુમાવી ૧૯ મી ઓવર ના અંતે ૨૧૫ રન બનાવી વિજય હાંસલ કર્યો હતો

લાજપોર ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સલામ શગીરે ૪ ઓવર નાખી ૩૪ રન આપી ૩ મહત્ત્વની વિકેટ ઝડપી હતી તથા ચોથા ક્રમે બેટિંગ કરતાં ૩૧ બોલ રમી ૬૨ રન બનાવી ટીમને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી મેન ઓફ ધ મેચ સલામ શગીરને આપવામાં આવ્યું હતુ, સલામ શગીરના ગગન ચુમ્બી સિક્સરોના વરસાદથી સમગ્ર ગ્રાઉન્ડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

અંડર ટવેન્ટી ફાઈનલમાં વિજેતા ટીમને રોકડ રકમ તથા ટ્રોફી આસણા ગામના અફઝલ કાપડિયા સમાજ સેવક અફઝલ કાપડિયા હસ્તે આપવામાં આવી હતી તથા બીજી વિજેતા લાજપોર ટીમને રોકડ રકમ તથા ટ્રોફી નવસારી જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ હારૂન દિલેરના હસ્તે આપવામાં આવી હતી

તેમજ કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર અફઝલ કાપડિયા તથા અઝહર કાપડિયા દ્વારા સહભાગી થનાર તમામ મહેમાનોનો હ્દય પૂર્વક આભાર માન્યો હતો

TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here