ઉનાઈ ખંભાલિયા
વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે તંત્રની ઢીલી કામગીરી ને પાપે સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો

0
232
ખંભાલિયા પંચાયત તરફથી અપાઈ નોટિસ

વાંસદા ખંભાલિયા ગામે ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા પંચાયતે નોટિસ ફટકારી

ભૂ-માફિયા બેફામ બન્યાં: નોટિસને પણ ગણકારતા નથી પંચાયતે નોટિસ ફટકારી તેમ છતા ગેરકાયદેસર બાંધકામ યથાવત

ઉનાઈ ખંભાલિયા
વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે તંત્રની ઢીલી નીતિને પાપે સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે બાંધકામ બાબતે ગ્રામજનો ના ઉગ્ર વિરોધ બાદ સફાળું જાગેલ તંત્રએ
દબાણ કરનાર ને ફક્ત નોટિસ આપી સંતોષ માની લેતા મામલો તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચ્યો ત્યારે દબાણ કરનાર ભુ-માફિયા ને ગ્રા.પં નોટિસ ફટકારી તેમ છતાં આ બાંધકામ આજની તારીખે પણ બિન્દાસ્ત પણે બેરોકટોક પણે ચાલી રહ્યું છે ખંભાલિયા ગામે સરકારી જમીન પર દબાણ કરનાર ભૂ-માફિયા ને બાંધકામ બંધ કરવાની નોટિસ ફટકારી હતી તેમ છતાં બાંધકામો થઈ રહ્યા છે ખંભાલિયા વિસ્તારમાં આવા કોઈ જ નિયમો અમલી ન હોય તેમજ મોટાભાગના બાંધકામો તંત્રની કે મંજૂરી વગર સરકારી જગ્યામાં પોતાનો અવેધ કબજો જમાવનાર સરકારી, ગૌચર જમીનો ખાલી કરાવી શકે છે જો દબાણદારો ખાલી ન કરે તો લેન્ડ ગ્રેબિંગ કાયદા નો ઉપયોગ કરી દબાણો દૂર કરી શકે છે. ત્યારે મામલતદાર સરકારશ્રી ના નિયમો મુજબ કાર્યવાહી કરે છે કે પછી હોતી હૈ ચાલતી હૈ નીતિ અપનાવે છે. જે આવનાર સમય બતાવશે નોટિસ ફટકારી તેમ છતાં ભુ-માફિયા ફરી બાંધકામ કરવાનું શરૂ કરતા ગ્રામજનોમાં પ્રચંડ રોષ વ્યાપ્યો છે.
આ બાંધકામો અટકાવવા ગ્રામજનો ની મૌખિક સતત રજુઆત કરતા ગ્રા.પં તે શરમે-ધરમે ફક્ત બાંધકામ બંધ કરવા નોટિસ ફટકારી સંતોષ માન્યો હતો. જો કે, નોટિસ છતાં માથાફરેલ ભુ-માફિયા દ્વારા બાંધકામ ચાલુ રાખતા સરકારી જગ્યામાં થયેલા દબાણો દુર કરવાની કામગીરી થતી ન હોવાથી દબાણોની વ્યાપક ફરિયાદો ઉઠતા સરકારી બાબુઓ પણ આંખ મિચામણી કરતા હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો માં ઉઠવા પામ્યા છે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો ખડાકાઈ રહ્યા છે. હાલ આ દબાણ તંત્ર દૂર કરશે જે ચર્ચાતો પ્રશ્ન છે આમાંથી મોટાભાગના દબાણકારો રાજકીય વગ ધરાવતા હોવાથી તેને સીધી નહી પરંતુ આડકતરી રીતે સરકારી નીતી નિયમોમાંથી છુટછાટ મળી જાય છે અનેક મૌખીક રજુઆતો કરી હોવા છતા બાંધકામ અટકતા નથી તેમજ દબાણો પણ થઈ રહ્યા છે. છતા ગેરકાયદે બાંધકામો અટકતા નથી.ફરીથી બાંધકામ બાંધવા દેવાઈ રહ્યું હોવાની વ્યાપક ચર્ચાઓએ જોર પકડ્યું છે.તો હવે જોવાનું એ રહ્યું કે આ ગેરકાયદેસર બંધાઈ રહેલા બાંધકામ ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.


ખંભાલિયા વિસ્તારમાં સરકારી જમીનો પર ભૂતકાળમાં મોટા પાયે દબાણો કરીને પાકા મકાનો તાણી વેચાણ પણ થયું છે ત્યારે અને આવા દબાણો દૂર કરવાની તંત્રની ઈચ્છા શક્તિ નથી, કારણ કે સ્થાનિક ગ્રા.પં કે તાલુકા કક્ષાએ રાજકીય દબાણ કે મતોના રાજકારણને કારણે દબાણો દૂર કરાતા નથી તંત્ર ઘોરનિદ્રા માં,કોઈ પગલાં લેવાતા નથી ભૂતકાળમાં આ પ્રકારના અનેક ગેરકાયદેસર બાંધકામો માટે ગ્રામ પંચાયત દ્વારા આકરણી કરી ઠરાવ પણ આપી દેવાયા છે હાલ પણ ભૂ-માફિયા મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલુ કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખરાઇ કરીને આવા ભૂ-માફિયા સામે લાલ આંખ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠવા પામી છે

અમિત મૈસુરીયા Today9 Sandesh News ……………………………… દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ. ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here