વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ની પદયાત્રા રંગ લાવી. ૧૫ દિવસમાં બસ ચાલુ ન થાય તો ધરણાં પર બેસવાની ચિમકીનો પડઘો પડતાં ખાટાઆંબા (બોરિયાછ) વાંસદા બસ સેવા શરૂ કરવામાં આવી છે.
વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ખાટા આંબા વિસ્તારના વિદ્યાર્થી ઓને પડતી મુશ્કેલી બાબતે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પદયાત્રા કરી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો હતો.જેનાથી પ્રભાવિત થઈ ૧૫ દિવસમાં બસ ચાલુ ન થાય તો ધરણાં પર બેસવાની ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેનાથી ભાજપ આગેવાનો સફાળા જાગ્યા હતા અને કેબિનેટ મંત્રી નરેશ પટેલની સૂચના થી વાંસદા ભાજપ સંગઠન નાં આગેવાનો દ્વારા વલસાડ એસ ટી વિભાગને રજૂઆત કરાતાં ખાટાઆંબા ( બોરિયાછ)વાંસદા બસ સેવા શરૂ કરાઈ છે. આ બસ સેવાના શુભારંભ પ્રસંગે ભાજપ આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત,સંગઠન પ્રમુખ મુકેશ પટેલ,મહામંત્રી,સંજય બિરારી સહિત,સ્થાનિક આગેવાનો પરસોતભાઈ,લાલજીભાઈ ,બિપીનભાઈ,વગેરે હાજર રહ્યા હતા. બસ શરૂ થતાં વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો છે અને વિદ્યાર્થીઓ વાલીઓ , ગામ અને આજુબાજુના લોકોમાં ખુશી વ્યાપી છે.
અમિત મૈસુરીયા,,,,,, દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ