વાંસદા તાલુકાના લીમઝર ડુંગરપાડા વર્ગ શાળા, વલ્લભ વર્ગ શાળા અને ભગરપાડા વર્ગ શાળામાં સી આર સી કોઓર્ડીનેટર લીમઝરના ભરતભાઇ બી ચૌધરી ના પ્રયત્નથી ASC કંપની તરફથી બાળકોને નોટબુક, મીનીયા કલર, પેન્સિલ, માપપટ્ટી, સંચો, રબર વગેરે વિતરણ કરવામાં આવ્યું.
-ત્રણેય શાળામાં મળીને કુલ 150 બાળકોને કીટ વિતરણ કરવામાં આવી. અને બાળકો દ્વારા કેક કાપવામાં આવી તેમજ નાસ્તો પણ કરાવવામાં આવ્યો.
બાળકોની ખુશી જોઈ આનંદ થયો. ત્રણે શાળાના આચાર્યશ્રી મનોજભાઇ, વૈશાલીબેન, દિનેશભાઇ સ્ટાફ મિત્રો અને SMC ના સભ્યોએ આ ASC કંપની તરફથી બાળકોને મળેલ દાન માટે કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
TODAY 9 SANDESH NEWS
અમરતભાઈ ગાંવિત