વાંસદા તાલુકા માં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ રાધાકિશન, યશ ગૃપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ વિરૂદ્ધ ફરિયાદ નવસારી જિલ્લા કલેકટર ને સ્વાગત કાર્યક્રમ માં જીલ્લા ના તમામ અધિકારી ની વચ્ચે ફરિયાદ કરવામા આવી
માનવ અધિકાર સુરક્ષા સંગઠન અને ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્વાગત કાર્યક્રમ માં સંસ્થા ની તપાસ કરાવી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ની વિદ્યાર્થીની ઓ ને ન્યાય માટે રજુઆત કરી હતી.
“[ વિદ્યાર્થિનીઓ નું ભવિષ્ય સાથે ચેડાં કરનાર સંચાલકો ને કડક સજા સાથે વળતર મળવું જોઈએ અને બોગસ છે તો તાળા મારવા ની માંગ!]”
કલેક્ટર ક્ષિપ્રા મેડમે જણાવ્યું હતું કે તમારી અરજી ને ધ્યાને લેવા માં આવી છે . અને આ સંસ્થા ની તપાસ 15 દિવસ માં થશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે
આ રજુઆત માટે માનવ અધિકાર સુરક્ષા સંગઠન નાં ગુજરાત સેક્રેટરી રવીન્દ્ર મહાકાલ, પત્રકાર એક્તા પરિષદ નાં જીલ્લા પ્રમુખ હરનિશ (લાલા) ભાઈ, માનવ અધિકાર સુરક્ષા સંગઠન દક્ષિણ ગુજરાત પી.આર.ઓ અમિત મૈસુરિયા , ધરમપુર તાલુકા પ્રેસિડેન્ટ અમરતભાઈ ગાંવિત , રાવ પાટીલ સાથે વિદ્યાર્થિનીઓ a પણ હાજર રહ્યા હતાં
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરિયા