વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રાથમિક મુખ્ય શાળા ખાતે શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્રારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

0
158

તારીખ ૧૬ જાન્યુઆરી ના રોજ ભિનાર પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ભિનાર મુખ્ય શાળા તથા દેસાઈ ફળિયા વર્ગશાળા ના મળી ૨૧૧ જેટલા બાળકો નિ આરોગ્ય નિ તપાસ કરી હતી અને બાળકો નિ લોહી ના તપાસ કરી દરેક બાળક ને એમનાં બ્લડ ગ્રુપ ની તપાસ કરી એમને ગૃપ નાં કાડૅ બનાવી આપવામાં આવ્યા.

આ કેમ્પ માં શ્રી હોસ્પિટલના ડોક્ટર લોચન શાસ્ત્રી અને ડોક્ટર સ્મિતા પટેલ તથા તેમના સ્ટાફે સેવા આપી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર.ડી દેસલે., માજી ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી હરિશી ભાઈ , હનુમાનબારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઉમેશભાઈ,એસએમસી અધ્યક્ષ હિતેશભાઈ, શાળા ના આચાર્ય મુકેશભાઈ, ગામના પ્રશાંતભાઈ તથા શિક્ષકો હાજર રહ્યા હતા.

શાળા ના આચાર્ય મુકેશભાઈ એ સૌનો પુષ્પ આપી સ્વાગત કર્યું હતું. આ કેમ્પમાં શાળાના શિક્ષકોએ ખુબ સરસ રીતે બાળકોના આરોગ્યની વ્યવસ્થિત તપાસ થાઈ એવું શું વ્યવસ્થિત આયોજન કર્યું હતું.

ડોક્ટર લોચન શાસ્ત્રીએ બાળકોને સંબોધન કરતા પોતાનું આરોગ્ય કઈ રીતે સાચવવું અને બ્લડ ગ્રુપ વિશે માહિતી આપી હતી. સાથે જ આપણા શરીરમાં લોહીની ઉપયોગીતા વિશે બાળકોને સમજણ આપી હતી અને દરેક બાળકને 18 વર્ષથી ઉપરની ઉંમર થાય પછી સમયાંતરે રક્તદાન કરવા માટે સૂચન કર્યું હતું

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here