ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા દ્વારા રાણીફળિયા મુખ્ય પ્રા. શાળા માં આયુર્વેદ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો.
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા તથા જીલ્લા આયુર્વેદ અધિકારી નવસારી ડૉ. નયના પટેલ દ્વારા રાણીફળિયા મુખ્ય શાળા મૂકામે આયુર્વેદ હેલ્થ ચેક અપ કેમ્પ રાખવામાં આવ્યો. રેડક્રોસ સોસાયટી ના પ્રમુખશ્રી શ્રીમંત મહારાજા સાહેબશ્રી જયવિરેન્દ્ર સિંહજી સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મૂકવામાં આવ્યો.
શાળાના 106 બાળકો તેમજ આંગણવાડીના 16 બાળકોને સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ પીવડાવી તમામ શાળાના અને આંગણવાડીના બાળકોનું આરોગ્ય તપાસ કરી જરૂરિયાત મંદ બાળકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર આપવામા આવી.
જેમા સરકારી આયુર્વેદ દવાખાનના ઉપસળના મે.ઓ ડૉ.અમિષા પટેલ દ્વારા સેવા આપવામાં આવી.શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા સર્વે મહેમાનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી બાબુભાઈ, રેડક્રોસ સોસાયટી ના સેક્રેટરી શ્રી પ્રદ્યુમન સોલંકી, હિનેશભાઈ ભાવસાર,ધર્મેશભાઈ પુરોહિત, શાળાના SMC અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ તથા શાળા પરીવાર હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-