વાંસદા તાલુકાના ઝરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ.

0
236

વાંસદા તાલુકાના ઝરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમારોહ ઝરી ગામે ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ અને વાંસદા વિધાનસભા “મન કી બાત” ના સંયોજક ડોક્ટર લોચન શાસ્ત્રી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ સાથે સેવા સેતુ કાર્યક્રમ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનું જનજાગૃતિ કેમ્પનું આયોજન થયું હતું. ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓના સંચાલન દ્વારા છેવાડાના માણસને યોજના કે લાભ પહોંચાડવાનું કામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને વહીવટી તંત્ર દ્વારા આ યોજનાઓને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી રહી છે.

વાંસદા તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ દેસાઈ એ ખેડૂતોના કલ્યાણકારી યોજના વિશે માહિતી આપી હતી. ડોક્ટર લોચન શાસ્ત્રીય જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી ને દેશના ગરીબ અને વંચિત નાગરિકોની ખૂબ જ ચિંતા છે અને છેવાડાના લોકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ,આયુષ્યમાન ભારત યોજના, અન્ન યોજના, ઉજ્વલા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 20 જેટલી અલગ અલગ લોકોને લાભ પહોંચાડતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સાથે પોતે ઢોડિયા જાતિમાંથી આવતા હોય આદિવાસી લોકોમાં જોવા મળતા સિકલસેલ એનિમિયા નામના રોગ માટે જાગૃત થઈ આ રોગને નાબૂદ કરવા માટે અપીલ કરી હતી, તથા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળી અને જીવામૃત નો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

અકસ્માત વીમો ખાસ કડવા માટે જણાવવામાં આવ્યું હતું. અંતે તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન દ્વારા લોકોને પીએમ જય કાર્ડ ની ઉપયોગીતા અને પ્રાકૃતિક ખેતી વિશેના ફાયદા જણાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી વીડિયો પ્રેઝન્ટેશન જોઈ અને મેરી જુબાની મેરી કહાની અંતર્ગત લોકોએ પોતાના અનુભવ વર્ણવી પોતાની સાફલ્ય ગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા અને વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ લોકોએ કરી હતી.

આ પ્રસંગે ઝરી મુખ્ય શાળાની બાળાઓએ ખુબ સરસ પ્રાર્થના સ્વાગત ગીત નાટક તથા આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી હેમંતભાઈ ,હસમુખભાઈ ગામના શિક્ષક મિત્રો વિવિધ યોજનાઓ લઈને આવેલા આરોગ્યના કર્મચારીગણ તથા પંચાયતના સભ્ય ગણ ખૂબ મોટી હાજરીમાં હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here