આનંદ તપોવન વાંસદા ના સુપ્રશિધ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડો.શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા પર કરેલ સંશોધન પેપર ને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું . ——-૭ મા આંતરરાષ્ટ્રીય યોગ ફિલોસોફી કોન્ફરન્સ માં આનંદ તપોવન ના યોગાચાર્ય બ્રહ્માનંદ( ડૉ.શંકરભાઈ) અને યોગ એક્સપર્ટ વૈશાલી શાહ ના ધ્યાન યોગ અને પ્રાણ નું ઉપનિષદ માં મહત્વ ના વિષય પર ના રીસર્ચ પેપર નો સ્વીકાર. ……સેન્ટ્રલ યુનિવર્સિટી,હિમાચલ પ્રદેશ, મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરાલા અને વિશ્વવિખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી દ્વારા આયોજિત ૭ માં આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સ માં આનંદ તપોવન વાંસદા ના સુપ્રશિધ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડો.શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા પર કરેલ સંશોધન પેપર ને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ૨ જી ફેબ્રુઆરી થી ત્રણ દિવસ કન્યાકુમારી ની અંદર ચાલનાર આ યોગ પરિષદ માં પેપર ને આંતરરાષ્ટ્રીય યોગા એક્સપર્ટ ની હાજરી માં રજુ કરવામાં આવશે.
નવેમ્બર માસ માં ડો. શંકરભાઈ પટેલ ને હરિદ્વાર દેવસંસકૃતી વિશ્વ વિદ્યાલય માં આંતરરાષ્ટ્રીય યોગ પરિષદ માં ભારતીય યોગ સંઘ દ્વારા યોગ ચિકિત્સા આચાર્ય થી સન્માનિત કરવામાં આવ્યા તેમજ વૈશાલી શાહ દ્વારા લખેલ આર્ટીકલ, આંતરરાષ્ટ્રીય યોગ મેગેઝિન માં લેવામાં આવ્યો હતો.
વાંસદા નવતાડ ખાતે આવેલ આનંદ તપોવન હાલ યોગ નું શિક્ષણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપે છે. તેમજ ભારત સરકાર ના યોગ બોર્ડ, કેનેડા સરકાર ના યોગ વિભાગ અને યોગ એલાયાન્સ USA ના અધિકૃત સેન્ટર તરીકે કામ કરી રહ્યું છે.
અમિત મૈસુરીયા- ———————————
TODAY 9 SANDESH NEWS