4 જુલાઈ ૨૦૨૧ ના રોજ “માનવસેવા એ જ પ્રભુ સેવા” ના આશયથી શરૂ કરવામાં આવેલી રાણી ફળિયા ખાતે શ્રી હોસ્પિટલ સેન્ટર ફોર ક્રિટિકલકેર ટ્રોમા એન્ડ પોઈઝનીગ ખૂબ જ ટૂંકા સમયમાં એક ઇમર્જન્સી સારવાર ક્ષેત્રે અલગ જ તરી આવી છે.
જેમાં અકસ્માત, ઝેરી દવા પીધેલ દર્દી તથા સર્પદંસ ની સારવાર ક્ષેત્રે એક આદમી ઓળખ ઊભી કરી છે. શ્રી હોસ્પિટલના ડોક્ટર લોચન શાસ્ત્રીની વર્ષોથી સર્પદન સારવાર ક્ષેત્રે લીધેલ અનુભવ અને પોતાની રીતે એક અલગ સારવાર પદ્ધતિ બનાવી સારવાર કરતા આજે એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. માત્ર બે વર્ષ અને પાંચ મહિના જેટલા ખૂબ જ ટૂંકા ગાળામાં સર્પદંસના 501 જેટલા કેસો હોસ્પિટલમાં આવ્યા હતા અને એ દરેક દર્દીને સારા કરવાની સફળતા પ્રાપ્ત કરી છે. ૧૦૦% સક્સેસ રેટ સાથે આ વિશ્વની એકમાત્ર એવી હોસ્પિટલ હશે કે જેમાં સર્પ્રદંશના બધા જ દર્દીઓને સારા કરવામાં સફળતા મળી છે. ડોક્ટર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર વાંસદા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લગભગ રોજ જ સર્પદંશના બનાવ બનતા હોય છે અને એ મોટેભાગે ખેતીમાં કામ કરતા લોકો અને જંગલમાં રહેતા લોકોને જ થતા જોવા મળે છે અને મોટેભાગના લોકો ખૂબ જ ગરીબ હોય છે તે જોતા ડોક્ટર લોચન શાસ્ત્રીની રજૂઆતના પગલે ઇન્જેક્શન કે જે એક ઇન્જેક્શનનો બજાર કિંમત ₹700 ની આસપાસ હોય છે એ ગુજરાત સરકાર શ્રી હોસ્પિટલ ને મફત પુરા પાડે છે. અને એ ઇન્જેક્શન દરેક દર્દીને મફત આપવામાં આવે છે. આ ઇન્જેક્શનનો સર્પદંસ ના દર્દીને ૧૦ વાયલ થી લઈને 30 વાયલ સુધી જરૂર પડી શકે છે.
આમ ગુજરાત સરકારની પ્રજાલક્ષી અભિગમ થકી ઇમર્જન્સી માં દર્દી માટે ખૂબ જ મોટી રાહત કરી આપવામાં આવી છે સાથે જ નવસારી જિલ્લા પંચાયતના પ્રયાસ થકી નવસારી જિલ્લાના સર્પદંસ ના દર્દીઓને કોઈપણ હોસ્પિટલમાં થતાં ખર્ચા ને પાછા આપવામાં આવે છે. વર્ષ 2022 ના સરકારી આંકડા મુજબ ગુજરાતમાં 253 લોકોએ સર્પદંસના કારણે જીવ ગુમાવ્યો હતો અને પુરા દેશભરમાં સર્પદંસ થકી ૧૦,૦૯૬ લોકોના મોત થયા છે પણ ઘણા બધા કેસો નોંધાતા હોતા નથી.
WHO ના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર વર્ષે 40 થી 50 હજાર લોકો સર્પદંસ ના કારણે મૃત્યુ પામે છે. આમ સર્પદંસ ના દર્દી ને સમયસર આપવામાં આવેલ સારવાર અને એમના પ્રત્યે લીધેલ કાળજી ના કારણે આજે 501 દર્દીને સારા કરવામાં સફળતા મળી છે. આ સાથે જ હોસ્પિટલમાં ખુશીનો માહોલ સર્જાતાં કેક કાપી હોસ્પિટલ સ્ટાફે ડોક્ટર લોચન શાસ્ત્રી નું સાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે સમગ્ર હોસ્પિટલ સ્ટાફ, ડો. સ્મિતા, ડો. પ્રિયંકા, ડો. મધુવિદ્યા, ડો.પરીલ , ઉમેશભાઈ તથા નટુભાઈ હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-