કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય કરી તથા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
..અતિથિ વિશેષ એવા કનુભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે ચોક્કસ સંકલ્પ કરી વિકસિત ભારતને વિકાસશીલ બનાવવામાં સૌએ મંડી જવું જોઇએ.માનનીય વડાપ્રધાનનો આત્મનિર્ભર ભારત બનાવવાનું સંકલ્પ હોઈ જેમાં ચોક્કસ સંકલ્પ કરી વિકસિત ભારતને વિકાસશીલ બનાવવામાં વાસદા પણ બાકાત રહેવું જોઈએ નહીં એમ કહી સૌને આવકાર્યા હતા…
કાર્યક્રમની શરૂઆતમાં વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહિલા,યુવાનો,કિસાન,ગરીબ એમ ચાર સ્તંભોને મજબૂત કરવા વળગી રહેતા હોય છે. તેઓએ કાર્યકર્તાઓનો આભાર માની સંબોધિત કર્યા હતા.સાથે
ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ મળે છે અને આપણો દેશ વિશ્વગુરુ બને એવી નેમ પ્રધાનમંત્રીએ લીધી હોઈ તો આવનારી લોકસભામાં જંગી વિજય મેળવી ભારતનું સુકાન નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સોંપવા માટે સૌ કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
…..
આ કાર્યક્રમમાં વાંસદા,ચીખલી,ખેરગામ તાલુકાના સંગઠનના તથા તાલુકા જિલ્લા પંચાયતના હોદેદારો તથા નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, મહામંત્રી જીજ્ઞેશભાઈ નાયક, ગણપતભાઈ માહલા,તથા વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપતિબેન, વાંસદા ભાજપ પ્રમુખ મુકેશભાઈ, મહામંત્રીઓ સંજયભાઈ બિરારી , રાકેશભાઈ શર્મા તથા અન્ય તાલુકા જિલ્લાના હોદ્દેદારો અને વિપુલ પ્રમાણમાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ______
રીપોર્ટ._ દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા-
TODAY 9 SANDESH NEWS