ડોક્ટર લોચન શાસ્ત્રીના હસ્તે કેળકચ્છ ગામે કે પી એલ પ્રીમિયર લીગ સીઝન 7 નો ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું.તારીખ 11 નવેમ્બર 2023 ના રોજ સવારે કેળકચ્છ ગામે કેળકચ્છ પ્રીમિયર લીગ સીઝન ૭ નો ડોક્ટર લોચન શાસ્ત્રીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી. આ પ્રસંગે કેળકચ્છ ગામના સરપંચ શ્રી કરસનભાઈ પટેલ, ચારણવાડા તાલુકા પંચાયત ના સભ્ય યોગેશભાઈ દેસાઈ, ગામના ડેપ્યુટી સરપંચ તથા આગેવાનો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ તથા ક્રિકેટ પ્રેમી દર્શકો હાજર રહ્યા હતા.આ પ્રસંગે સરપંચ શ્રી કરસનભાઈ એ પ્રાસંગિક ઉદબોધન કરતા ગામના યુવાઓ માં એકતા અને ભાયચારાની લાગણી જન્મે અને યુવાઓ શારીરિક રીતે તંદુરસ્ત રહે તે માટે દર વર્ષે આ રમતનું આયોજન કરવામાં આવે છે સાથે જ યોગેશભાઈ એ પણ યુવાનોને ખેલ દિલી થી રમવા માટે જણાવ્યું હતું.ડોક્ટર લોચન શાસ્ત્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન ઇનામ આપી ગામના સૌ વડીલોને આ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને સાથે જ આપણી આદિવાસી સંસ્કૃતિમાં ભુલાઈ રહેલી રમતો જેવી કે ગિલ્લી ડંડા, લખોટી, કબડ્ડી, ખો ખો , દોરડા ખેંચ, દોડ તથા લાંબી કૂદ જેવી પારંપરિક રમતોનું આયોજન કરી ગામમાં સૌ નાના ભૂલકાથી માંડીને વડીલો માટે અને બહેનો માટે પણ એક સુંદર મજાની ઓલમ્પિયાર્ડનું આયોજન કરવા માટે અનુરોધ કર્યો હતો અને સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી
અમિત મૈસુરીયા – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
TODAY 9 SANDESH NEWS