
અતિઝેરી સાપ common krait / મણિયારના દંશથી મોતનાં મુખમાં પહોંચેલી ભીનાર ગામની તરુણીને શિવમ્ હોસ્પિટલના ડોકટરોએ જીવતદાન આપ્યું :
ભીનાર ગામની ૧૭ વર્ષીય તરુણીને રાત્રે પથારીમાં સુતી હતી ત્યારે અતિઝેરી મણિયાર ( common krait/ કાળોતરો) સાપે ડંખ માર્યો હતો. ઝેરની અસર ચઢતા તરુણીને છાતીમાં દુખાવો, ઉલટી, ગભરામણ જેવી તકલીફ ચાલુ થઈ હતી. પરંતુ સર્પદંશથી અજાણ પરિવારે ઘરગથ્થુ સારવાર આપી. મળસ્કે ઝેરની અસર વધતાં તરુણીની હાલત ગંભીર થવા લાગી , શ્વાસોશ્વાસમાં તકલીફ પડવા લાગી, બોલવાનું બંધ થવા લાગ્યું હતું , સ્નાયુઓમાં લકવાની અસર થવા લાગી , આંખની પાંપણો ઢળવા લાગી હતી . આ જોઈ ગભરાયેલા પરિવારે નજીકના સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા,ત્યાં દર્દીની હાલત ખૂબ જ ક્રીટીકલ જણાતાં દરદીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હાયર સેંટર રીફર કરવામાં આવ્યા હતા. ૧૦૮ ટીમની સુજબૂઝ , પ્રાથમિક સારવાર અને સમયસૂચકતાથી છેલ્લા શ્વાસો ગણી રહેલી તરુણીને તાત્કાલિક નજીકના શિવમ્ હોસ્પિટલમા શિફટ કરવામાં આવી.
TODAY 9 SANDESH NEWS