
સીમોદરા ગામે નવા બનેલા 66 કે.વી વિજ સબ સ્ટેશન ના ટ્રાન્સફોર્મર માં આગ લાગી
પાનોલી સ્થિત ફાયર ફાઈટરની ટીમોએ આગ બુજાવી.
હજી વીજ પુરવઠો ચાલુ નથી કરાયો ત્યારે ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાનું કારણ અકબંધ
વાંકલ…
માંગરોળ તાલુકાના સીમોદરા ગામે નવા બનેલા 66 કે.વી. વીજ સબ સ્ટેશન મા હજી વીજ પુરવઠો ચાલુ નથી કરાયો તે પહેલા જ ટ્રાન્સફોર્મરમાં કોઈક અગમ્ય કારણોસર અચાનક આગ લાગતા 52 લાખનું નુકસાન થયું છે આગ લાગવા નું કારણ હજી અકબંધ છે
સિમોદરા ગામે નાના નોગામા તરફ જવાના રસ્તા ઉપર ગેટકોનું 66 કે.વી વિજ સબ સ્ટેશન હાલમાં જ બનાવવામાં આવ્યું છે જેમાં વીજ પુરવઠો હજી શરૂ કરાયો નથી જેથી ઉદ્ઘાટન બાકી છે તે પહેલા જ ગત રાત્રી દરમિયાન ટ્રાન્સફોર્મરમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી આ ઘટના બનતા જ તાત્કાલિક પાનોલી સ્થિત ફાયર ફાઈટર ની ટીમને બોલાવવામાં આવતા ફાયર ફાઈટરની ટીમે આગને કાબુમાં લીધી હતી આગ કઈ રીતે લાગી તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે પરંતુ સ્થળ ઉપર પરિસ્થિતિ જોતા ટ્રાન્સફોર્મર માંથી કોયલ ચોરીનો પ્રયાસ ચોર ઈસમો એ કર્યો હોય અને ચોરી કરતી વેળા આગ લાગી હોય તેવું અનુમાન થઈ રહ્યું છે આ ઘટના સંદર્ભમાં વીજ કંપનીના જવાબદાર સંતોષ રામકુમાર અગ્રવાલ રહે વેસુ, સુરત ના ઓ દ્વારા માંગરોળ પોલીસ મથકમાં 52 લાખના નુકસાન અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે
રીપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ