મોબાઈલ ચોરી અને વાહન ચોરીનો ભોગ બનેલા લોકોએ ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે.
વાંકલ…
સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે ઇ એફ.આઇ.આર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન ઠેર ઠેર કરવામાં આવ્યું જેના ભાગરૂપે સુરત જિલ્લાના છેવાડે આવેલા અંતરિયાળ ઉમરપાડા તાલુકા મથક ખાતે ઇ એફઆઇઆર જનજાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સી.પી.આઈ .ચૌહાણ અને ઉમરપાડા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે દેસાઈ દ્વારા ઇ એફઆઇઆર અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સીટીઝન ફર્સ્ટ એપના માધ્યમથી ખાસ કરીને હવે વાહન ચોરી મોબાઈલ ચોરીની ફરિયાદ કરી શકાશે અને 48 કલાકમાં લાગુ પડેલ પોલીસ મથક માંથી પોલીસ સીધો ફરિયાદીનો સંપર્ક કરશે વાહન ચોરી મોબાઈલ ચોરી સાથે ભાડુઆતની વિગતો એનઓસી જેવી અનેક કામગીરી હવે ડિજિટલ બનતા ઘર બેઠા ફરિયાદ કરી શકાશે સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર નાગરિકો સીધી ફરિયાદ કરી શકે છે ગુજરાત સરકારની આ અનોખી પહેલ છે જેમાં ફરિયાદ ઉપરાંત ફરિયાદની કોપી પણ આ એપના માધ્યમથી ઘર બેઠા મળી રહેશે અને લોકો દ્વારા કરાયેલી ફરિયાદમાં 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી ઘટના સ્થળની મુલાકાત કરશે અને ફરિયાદીને તેની જાણ એસએમએસ દ્વારા મળી રહેશે ફરિયાદની પ્રક્રિયા 21 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવનાર હોવાનું પણ સુવિધા કરવામાં આવી છે
માંગરોળ વાંકલ ,રીપોર્ટર : વિનોદ મૈસુરીયા