માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના “મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત વાંસદા તાલુકા ના ગામેગામ થી કળશમાં ભેગી કરેલી માટીને વાંસદા તાલુકા પંચાયત ના પટાંગણમાં રાખેલ અમૃત કળશ માં ભેગી કરવામાં આવી હતી.
સૌપ્રથમ વાંસદા તાલુકાના ગામે ગામથી આવેલી માટીના કળશ તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ, સરપંચશ્રીઓ તથા તાલુકા ની આશા વર્કર બહેનો દ્વારા કુમાર શાળા ખાતે ભેગા થયા હતા ત્યાંથી પગપાળા કળશ યાત્રા નીકળી તાલુકા પંચાયત કચેરી ખાતે આવી હતી આ કળશ યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી અને પ્રાંત સાહેબ પણ જોડાયા હતા.
આ કળશ યાત્રા ના પ્રસંગે વલસાડ ડાંગના સાંસદશ્રી ડોક્ટર કે સી પટેલ, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાપજુભાઈ ,
જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ માધુભાઈ , કારોબારી અધ્યક્ષ તરુણભાઈ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી યોગેશભાઈ દેસાઈ પરશુભાઈ ગંગાબેન, વાંસદા સરપંચ ગુલાબભાઈ,વાંસદા ભાજપના મહામંત્રી રાકેશભાઈ તેમજ સંજયભાઈ બિરારી, વિરલભાઈ વ્યાસ,ડોક્ટર લોચન શાસ્ત્રી, પ્રદ્યુમનસિંહ સોલંકી, ભુપેનભાઈ,પરેશભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકામાંથી આવેલા ગ્રામજનો તેમજ સરપંચ શ્રી અને કાર્યકરો જોડાયા હતા.
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા