વાંસદા તાલુકાના છેવાડાનું ગામ ચોંઢા ખાતે પ્રથમ દિવસે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ની ભવ્ય શરૂઆત કરવામાં આવી.

0
240

તા.૧૨/૧૨/૨૦૨૩ના રોજ વાંસદા તાલુકાના છેવાડાનું “ચોંઢા “ગામ ખાતે પ્રથમ દિવસે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ની ભવ્ય શરૂઆત કરવામાં આવી જેમાં તાલુકા પ્રમુખ દિપ્તીબેન પી. પટેલ, ચંદુભાઈ કે. જાદવ જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા ઉપપ્રમુખ માધુભાઈ વી. પટેલ, તરુણભાઇ ડી. ગાંવિત કારોબારી અધ્યક્ષ, માજી તાલુકા ઉપપ્રમુખ દશરથભાઈ ભોયા પ્રાંત સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી,તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી,ખેતીવાડી સાહેબશ્રી પ્રકાશભાઈ ડી. નાયક, અનુપભાઈ મહાજન (એલ.એન્ડ ટી ) અધિકારી ગણ,

પ્રાથમિક શાળાના શિક્ષકગણ તેમજ ગ્રામજનો, વિદ્યાર્થીઓ આરોગ્ય સ્ટાફ વગેરે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.રથનું ભવ્ય સ્વાગત ગ્રામપંચાયત ચોંઢા થકી કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ ગામના આંગણે આવી વિવિધ યોજનાથી માહિતીગાર અને વીડિયો લોચિંગ જોઈ,સન્માનપાત્ર વ્યકિતનું સન્માન , લાભાર્થીઓ પોતાનો અભિપ્રાય આપ્યો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પોત્સાહન ઈનામ વિતરણ,શપથ, અને આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here