વલસાડ જીલ્લાના હનુમાનભાગડા ગ્રામ પંચાયત હોલમાં ગુજરાત માનવ અધિકાર સુરક્ષા સંગઠનની ટીમ દ્વારા 10 ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ ની ઉજવણી કરવામાં આવી .

0
90

https://youtu.be/WfLvn17-CLo?si=N-bekOanPpPzMcGv

આ કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી નીલમસિંહ તોમર ની આગેવાનીમાં વિશ્વ માનવ અધિકાર દિવસ દક્ષિણ ગુજરાત ટીમ સાથે ઉજવ્યો.

કાર્યક્રમ માં અતિથી વિશેષ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી હેમંતભાઈ ટંડેલ,૧૮૧ અભયમ મહિલા ટીમ તરફથી કંચનબેન ટંડેલ ,સખીવન સ્ટોપ તરફથી જ્યોતિકાબેન ડાભી પોલીસ સ્ટેશન બેઇઝડ તરફથી દિવીશાબેન તથા પ્રથમ ચાઇલ્ડ હેલ્પ લાઇન થી કેવલભાઈ, સી.એસ.સી. તરફથી મનીષભાઈ પ્રજાપતિ તેમજ સંસ્થાઓના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં સંસ્થાના અધ્યક્ષ નીલમસિંહ તોમરજી ના વરદ હસ્તે તમામ અધિકારીઓ ને લોકોને ન્યાય અપાવવા માટે મળેલ સાથ સહકાર બદલ એમને સર્ટિફિકેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા

ત્યારબાદ માનવ અધિકાર સુરક્ષા સંગઠનની ટીમના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ,,જેમાં માનવ અધિકાર સુરક્ષા સંગઠનના નવસારી જિલ્લાના પ્રેસિડેન્ટ પદે હરનિશભાઈ પટેલ ની સર્વનું મતે વરણી કરવામાં આવી, ઉમાબેન ટંડેલ વાઇસ પ્રેસિડેન્ટ, નવસારી થી રાજુભાઈ, સલીમભાઈ મુલતાની ,અને યોગેશભાઈ પણ નવસારી ટીમ થી હાજરી આપી હતી અને વાસદા તાલુકા ના અમિતભાઈ મૈસુરિયા ની દક્ષિણ ગુજરાત રાજ્ય ના સંગઠન ના પી .આર .ઓ તરીકે વરણી થઈ અને અમિતાબેન અમિતભાઈ મૈસુરિયા ને વાંસદા તાલુકા વાઇસ પ્રેસિડેન્ટ, વાંસદા તાલુકા ઓર્ગેનાઇજર ભૂપેન્દ્રભાઇ પટેલ અને,અમૃતભાઈ ગામીત ને ધરમપુર તાલુકાના પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવેલ . તે ઉપરાંત ઉમરગામ તાલુકામાં
વલસાડ તાલુકા ખાતેથી પ્રકાશભાઈ કુકણા વલસાડ જિલ્લાના પ્રેસિડેન્ટ, અને અનીલભાઈ નાયકા ને વલસાડ તાલુકા પ્રેસિડેન્ટ તરીકે વરણી થઈ,એડવોકેટ મિતેષ ભગત ને દક્ષિણ ગુજરાતના લીગલ એડવાઈઝર તરીકે વરણી કરી હતી. વલસાડ શહેર તરફથી કૃષ્ણ શર્મા તેમજ વલસાડ અબ્રામા હરિવન પાર્ક ખાતેથી આવેલ ગીતા બેન નાયક,રેખાબેન એસ દર્વે,સપનાબેન બી. વાઘ,સંજુબેન વિશ્ર્વકર્મા,મંજુ એસ. ગુપ્તા,વર્ષા એસ .પગારે,ગીતાબેન એચ થોરાટ હાજર રહ્યા હતા.
ઉમરગામ તાલુકાના અધિકારી તરીકે ભાવનાબેન ગુપ્તા વલસાડ જિલ્લા પ્રમુખ ,રૂપેશભાઈ માહ્યાવંશી વલસાડ જિલ્લા પી આર ઓ, ભાવિનાબેન કામલી ,ઉમરગામ તાલુકા પ્રમુખ અમિતભાઈ રાજપુત ,ઉમરગામ તાલુકા ઉપપ્રમુખ સંજય વાડેકર ,ઉમરગામ તાલુકા ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પુનેટકેર, ઉમરગામ તાલુકા પ્રમુખ છાયાબેન ગાંધી ,ઉમરગામ તાલુકા કન્વીનર, હિમાંશુભાઈ પટેલ ઉમરગામ તાલુકા સદસ્ય ,શ્વેતાબેન કામલી ઉમરગામ તાલુકા સદસ્ય બધા એ હાજરી આપી હતી
કાર્યક્રમની આભાર વિધિમાં ગુજરાત રાજ્યના વાઇસ પ્રેસિડેન્ટ ચેતના મહ્યાવાંશી દ્વારા સભામાં ઉપસ્થિત તમામ સરકારી સંસ્થાના અગ્રણીઓ તેમજ માનવ અધિકાર સુરક્ષા સંગઠનના કાર્યકરો તથા મહેમાનો નો આભાર માન્યો હતો.ગુજરાત રાજ્ય સેક્રેટરી રવિન્દ્ર મહાકાલે દક્ષિણ ગુજરાત ની ટીમ સાથે મળીને કાર્યક્રમ ને સફળ બનાવવા ધણી જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો –

અમિત મૈસુરીયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here