15મી ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે “ઉમિયા વાંચન કુટીર વાંગણ ” વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર વાંગણ ગામે વિદ્યાર્થી તથા યુવાનોને પુસ્તકાલય તરફ વાળવા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી આગળ વધે અને સમાજ માટે ઉપયોગી થાય એ માટે અને આજના યુગમાં મોબાઇલનું વળગણ દુર કરી પુસ્તકાલય તરફ વાળવા માટે 15મી ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે આ સુંદર આયોજન કરવામાં આવ્યુંચિત્રકામ સ્પર્ધા અને વધુમાં વધુ પુસ્તપ્રેમીઓ,વાચકમિત્રો, અને વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે ઉમિયા વાંચન કુટીર વાંગણ અને યુનિટી ગ્રુપ વાંગણએ અનોખી પહેલ કરીજેમાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ અને શાળાના શિક્ષકો, ગામઆગેવાન વિપુલભાઈ તેમજ ગ્રામપંચાયતના સભ્યો યુનિટી ગ્રુપના પ્રમુખ સુનિલભાઈ, મંત્રીશ્રી મુકેશભાઈ, ઉમેશભાઈ, હસમુખભાઇ-તલાટીશ્રી, યુનિટી ગ્રુપના સભ્યો જયેન્દ્રભાઈ,પંકજભાઈ, મિનેશભાઈ,નિલેશભાઈ, મનીષભાઈ,કિરણભાઈ તેમજ શાળાના બાળકો, વાલીઓ અને ગ્રામજનોએ પુસ્તક પ્રદર્શન કાર્યક્રમમાં ખુબ ઉત્સાહભર લાભ લીધો હતો.અમિત મૈસુરીયાTODAY 9 SANDESH NEWS
ગોધરાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો
ગોધરા તાલુકાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય મોટિવેશનલ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને…