ઇન્ડિયન રેડ ક્રોસ વાંસદા શાખા દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું.ઇન્ડિયન રેડ ક્રોસ વાંસદા શાખા તથા વનીકરણ વિભાગ તથા પશ્ચિમ રેન્જ દ્વારા વાંસદા દિગ્વીર નિવાસ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનુ કાર્યક્રમ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં રેડ ક્રોસના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહ સોલંકી , ઉપ પ્રમુખ કુંવરી શ્રી ગૌરાંગના કુમારી ,સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી ,સામાજિક વનીકરણના આર.એફ.ઓ. ચંદ્રિકાબેન, પશ્ચિમ રેન્જના સ્ટાફ તથા રેડ ક્રોસના સભ્ય નટુભાઈ પાંચાલ પ્રાક્રમસિંહ સોલંકી ,ધર્મેશ પુરોહિત, દરાયેશ મિર્ઝા, મગનભાઈ પટેલ તથા ફોરેસ્ટ સ્ટાફ હાજર રહ્યા હતા.આ પ્રસંગે આર.એફ.ઓ .ચંદ્રિકાબેન તથા શ્રીમંત મહારાજા સાહેબના ઓએ વૃક્ષની જતન અંગે માહિતી આપી હતી.
- Home
- વાંસદા શાખા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું.