વાંસદા તાલુકાની શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં ગત વર્ષે ચાલુ થયેલ નોન ગ્રાન્ટેડ સાયન્સ વિભાગની ગ્રાન્ટેડ મંજૂરી મળતાં વાલીઓમાં ખુશી લહેર જોવા મળી હતી. વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં ગરીબ- મધ્યમ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ માટે ખાનગી સ્કૂલમાં સાયન્સમાં અભ્યાસ કરવું આર્થિક રીતે પરવડે એવું હોતું નથી. ભીનારની શ્રી સદગુરુ હાઇસ્કૂલમાં 11- 12 સાયન્સમાં 63 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી મોટાભાગની દીકરીઓ ભીનારની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે જે આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવે છે આવી દીકરીઓના અભ્યાસ માટે શાળાને અને સાયન્સ વિભાગને દાતાઓની જરૂર છે.
ગુજરાત સરકારના આદિજાતિ મોરચો ગુજરાત રાજ્ય પ્રદેશ મહામંત્રી પિયુષ કે પટેલ (માજી નાયબ મામલતદાર ) તરફથી 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક સહાય કરવા આવી હતી.શાળાના સંચાલક મંડળ તથા આચાર્ય દિનેશભાઈ જે પટેલ તથા શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓએ પણ પિયુષભાઈ નો આભાર વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળી હતી.
શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે દાનનું મહત્વ બાળકોને સમજાવીને સારા અભ્યાસથી સારું પરિણામ લાવી દાતાઓના દાનને સાર્થક કરવાની ઝંખના સેવી હતી.આવનાર સમયમાં અભ્યાસને લગતી શૈક્ષણિક સહાય માટે પિયુષભાઈ એ કટિબદ્ધતા દર્શાવી હતી.
અમિત મૈસુરીયા —————————–