ગુજરાત વન વિભાગ વાંસદા પૂર્વ રેન્જ ના સૌજન્યથી શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સંચાલિત સીતાપુર તાપી બા આંખની હોસ્પિટલ દ્વારા ગામ માનકુનીયા માં નેત્રશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

0
795
  ચેતનભાઈ પટેલ રેન્જ પૂર્વ ફોરેસ્ટ ઓફિસર વાસદા ના હસ્તે નેત્ર શિબિર નો શુભારંભ

માનકુનિયા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસ ખાતે નેત્ર શિબિરનું સુંદર આયોજન મદદનીશ વન રક્ષક શ્રી વાસદા ચેતનભાઈ પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાસદા પૂર્વના હસ્તે નેત્ર શિબિર નો શુભારંભ કરવામાં આવ્યું હતું.સાથે પ્રમુખશ્રી રોહનભાઈ ચરીવાલા તથા એમની ટીમ દ્વારા દર્દી ઓ ની તપાસ કરવામાં આવી હતી…………………………       … આ શિબિરમાં કુલ ૨૧૧ જેટલા દર્દીઓની તપાસ થઈ હતી જેમાં ૩૪ મોતિયાના ઓપરેશન વાળા દર્દીઓ ને નિશુલ્ક ઓપરેશન કરી આપવા માં આવશે અને ૧૯ જેટલા દર્દીઓને વધુ તપાસ માટે સીતાપુર  તાપીબા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ શિબિરમાં ૧૩૧ જેટલા ચશ્મા અને ૧૮ દર્દીઓને નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.         .                      ફોરેસ્ટ ઓફિસર્સ , રાજુભાઈ એસ્. ઢોડીયા અને ટીમ સાથે અક્ષણીભાઈ ચરીવાલા અને માનકુનિયા ગામના સરપંચ શ્રી જયંતીભાઈ બિરારી સૌ મળીને  કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરિયા વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here