તારીખ 7/1/2022 ના રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ડાંગ ઘ્વારા ડાંગ જીલ્લા પ્રમુખ હર્ષકુમાર ચૌધરી અને ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા ની આગેવાની માં ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી મારફતે માન. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ
કોરોના અને ઓમીક્રોન વેરિયન્ટ ની વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને લેતા થોડા દિવસોમાં ગુજરાત ની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ માં કોરોના સંક્ર્મણ ફેલાવા પામ્યું છે. અને ઘણા વિદ્યાર્થીઓ સંક્રમિત થવા પામ્યા છે. ત્યારે જો વિદ્યાર્થી ઓ વધુ પ્રમાણ માં સંક્રમિત થાય તો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે વિકટ પરિસ્થિતિ સર્જાય શકે તેમ દેખાઈ રહયું છે.
આ મહામારી માંથી બહાર આવવા માટે સૌના સહિયારા પ્રયાસ ની જરૂર વર્તાય છે. ત્યારે રજૂઆત કરી કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિત માં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ વ્યવસ્થા બંધ કરી ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવે.
સાથો સાથ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વિદ્યાર્થીઓ માટે પણ સમીક્ષા કરી ઓફલાઈન શિક્ષણ માટે ની નવી ગાઈડ લાઈન જાહેર કરી તેનું ચોકસાઈ થી પાલન કરાવવા માટેની વ્યવસ્થા ઉભી કરવા માં આવે અને સાથો સાથ તમામ વિદ્યાર્થી માટે ઓનલાઇન શિક્ષણ ની વૈક્લીપક વ્યવસ્થા શરૂ કરાવવા માં આવે. અને વિદ્યાર્થી અને વાલીઓને કોઈપણ જાતના દબાણ વિના ઓનલાઇન/ઓફલાઈન શિક્ષણ અંગે પોતાની પસંદગી કરવા દેવામાં આવે.
પરિસ્થિતિ ને ધ્યાને લઇ પ્રાથમિક ધોરણે નું ઓફલાઈન શિક્ષણ તાત્કાલિક અસર થી બંધ કરવા માં આવે એવી આશા સાથે આહવા ડાંગ જિલ્લા કલકટરશ્રી ને આવેદપત્ર આપ્યુ હતું
અમિત મૈસુરિયા