નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
તારીખ 8 થી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ગામીત સમાજની 16 જેટલી ટીમો ભાગ લેશે
ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગામીત સામાજના પ્રમુખશ્રી અશ્વિનભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. અને જણાવ્યું હતું કે ગામીત સમાજના યુવાનો એકબીજાને ઓળખતા થાય ભાઈચારો બની રહે અને યુવાનો સમાજના લોકોને મદદરૂપ થાય.આવનારા પડકારોનો સામનો કરે.. વિશેષ યુવાનો ભણતરમાં પણ વિશેષ ધ્યાન આપે વ્યસનથી દૂર રહે એવા સૂચનો કર્યા હતા..
આ પ્રસંગમાંગામીત સમાજના ટ્રસ્ટીઓ આગેવાનો ઉપ પ્રમુખશ્રી કમલેશભાઈ,રામજીભાઈ રોહિતભાઈ, ભરતભાઈ, ચંદુભાઈ,રણજીતભાઈ, પિયુષભાઇ જસ્ટિનભાઈ, વગેરે હાજર રહ્યા હતા, આ ટુર્નામેન્ટને સફળ બનાવવા કન્વીનર મુન્નાભાઈ, હિતેષભાઇ, સતિષભાઈ, મનીષભાઈ, રાકેશભાઈ જીતુભાઇ, વગેરે યુવાનો એ સમાજના ટુર્નામેન્ટને સફળ બનાવવા મહેનત કરી હતી.
અમિત મૈસુરીયા