“સેલિબ્રેશન ઓફ આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા@૭૫” ની ઉજવણીના ભાગરૂપે
શ્રી સાંઈ મંદિર, વાંસદા તાલુકાના ખરજઇ ગામ ખાતે માનનીય જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી નવસારી નાં માર્ગદર્શન હેઠળ ખરજઈ અને આજુબાજુ ગામના આદિવાસી લોકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ કેમ્પમા નવસારી જિલ્લા ગામીત સમાજના પ્રમુખશ્રી અશ્વિનભાઈ ગામીતે ડોક્ટરોને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે.આદિવાસી વિસ્તારના લોકો સ્વસ્થ રહે એની જવાબદારી અમારા જેવા આગેવાનોની છે.. જો લોકો તંદુરસ્ત હશે તો જ કોઈ પણ કામ સારી રીતે કરી શકશે.હાલના વાતાવરણમાં શરદી ખાંસી દર્દીઓ વધારે જોવા મળે છે ત્યારે ગરીબ આદિવાસી પરીવાર માટે આવા કેમ્પોથી ખુબજ લાભ થાય છે.
કેમ્પમાં આવેલ આ દર્દીઓને વ્યક્તિગત સ્વચ્છતા વિશે માહિતીગાર કર્યા. ડો . રોહિત દ્વરા હોમિયોપેથીક દવાઓ વિશે માહિતી આપી તેમજ હોમિયોપેથીક રોગ પ્રતિકારક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ ૩૦ નું વિતરણ કરાયું..આ કેમ્પમાં ખરજઈ થતા અજબાજુના 101 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. અને મફતમાં દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખશ્રી અશ્વિનભાઈ ગામીત. મંત્રી રામજીભાઈ ગામીત. રતિલાલભાઈ ગામીત. જસ્ટિનભાઈ ગામીત ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત મૈસુરિયા વાંસદા