નવસારી જીલ્લા ગામીત સમાજની 14 ટીમોએ ભાગ લીધો.ટુર્નામેન્ટ નુ આયોજન નવસારી જીલ્લા ગામીત સમાજના પ્રમુખશ્રી પિયુષભાઈ ગામીત,ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈ ગામીત, યુવામિત્રો મુન્નાભાઈ, જીતુભાઈ અને સમગ્ર યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું.
ટુર્નામેન્ટ ની શરૂઆત ગામીત સમાજના આગેવાન મહેશભાઈ ગામીત,અશ્વિનભાઈ ગામીત દ્વારા કરાવવામાં આવી.ટુર્નામેન્ટ મા સરા ઈલેવન અને કેળકચ્છ ઈલેવન વચ્ચે ફાઈનલ મુકાબલો થયો.જેમાં સરા ઈલેવન ટીમ વિજેતા થઈ.સમગ્ર ટુર્નામેન્ટ શાન્તિપૂર્વક ભાઈચારાના માહોલમાં રમાઈ.સમાજના આગેવાન
મહેશભાઇ ગામીતે જાણવ્યુ હતું સામાજનો દરેક યુવાન એકબીજાને ઓળખતો થાય અને દરેક ક્ષત્રે આગળ વધે..
અશ્વિનભાઈ ગામીતે જણાવ્યું હતું કે સામાજનો દરેક યુવાન રમતગમત જ નહી પણ શિક્ષણ ક્ષત્રે પણ આગવું ધ્યાન આપે. અને સારી નોકરીઓ પ્રાપ્ત કરે. નવસારી જીલ્લા ગામીત સમાજના પ્રમુખશ્રી પિયુષભાઈ ગામીતે ઉપસ્થિત સૌ યુવામિત્રો ને અપીલ કરી કે જેવી રીતે ટુર્નામેન્ટ જીતવા ઉત્સાહ બતાવો છો,નવા નવા કૌશલ્ય શીખો છો,પ્રેક્ટિસ કરો છો,ફિટનેસ જાળવો છો એવી જ રીતે જીવનના દરેક ક્ષેત્રમા મહેનત કરો,જીતવાનું લક્ષ્ય રાખો.જે લોકો પ્રેક્ટિસ મા પસીનો નથી વહાવતા એમનુ યુદ્ધ ના મેદાનમાં લોહી વહી જાય છે.આ વાત સૌને ધ્યાન રાખવા સૂચન કર્યુ હતું.
ટુર્નામેન્ટ ની સમગ્ર સમાપન વિધિ,ઈનામ વિતરણ શ્રી અશ્વિનભાઈ ગામીત, કમલેશભાઈ ગામીત, મુન્નાભાઈ ગામીત,રોહિતભાઈ ગામીત, રતિલાલ ગામીત વગેરે આગેવાનો એ કર્યું હતું.
આવનાર સમયમાં નવસારી જીલ્લા ગામીત સમાજની તમામ સામાજિક એકિટવિટીમા સક્રિય સહકાર આપવાનો નિશ્ચય કરી સૌ છૂટા પડયા.
અમિત મૈસુરીયા. દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ