
વાંકલ..
વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં સિવિલ કોર્ટ
માંગરોળ દ્વારા
વિદ્યાર્થિઓને પોકસો કાયદા અન્તર્ગત જાતિય શોષણ અંગે કાયદાકિય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.માંગરોલના પ્રિ. સિનિયર સિવિલ જજ આર.જી. બારોટ, એડિશનલ સિવિલ જજ એ.એ.ખેરાદાવાલા તેમજ તેમની ટીમે પોક્સો કાયદા,મોટર વ્હીલ એક્ટ અને શિક્ષણ ના કાયદા અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં આજની દિકરીયો ને સમાજ મા કઈ રીતે રહેવું જોઈએ આવા બનાવો બને તો કોની પાસે મદદ માગી શકાય વગેરે મુદ્દે સુંદર માર્ગદર્શન આપ્યુ હતું આ કાર્યકમમાં એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઈસ્કૂલ ની શિક્ષિકા બેહનો એ પણ આ માર્ગદર્શન નો લાભ લીધો શાળા ના આચાર્ય પારસ ભાઈ મોદી ઍ કાર્યક્રમ ને અનુરુપ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આચાર્ય તથા શાળા પરીવાર તેમજ માંગરોળ બાર એસોસીએશન ના પ્રમુખ એ.બી.ઠાકોર, રજીસ્ટાર રવિ પટેલ, બાબુભાઈ ચૌધરી, ભુમિ વસાવા વગેરે હાજર રહ્યા હતા.
રીપોર્ટ- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ