શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તથા વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો .
સ્વાગત ગીત , ગરબા, આદિવાસી નૃત્ય અને ડાંગી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભવ્ય ઉજવણી કરાઇ .
ઉનાઈ
વાંસદા તાલુકાના ભીનાર ગામે આવેલ શ્રી વાંસદા તાલુકા સેવા સંઘ સંચાલિત શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારના પટાંગણમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની શુભેચ્છા સમારોહ અને વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થઈ હતી . સમારંભના પ્રમુખ સુરતના નરેશભાઈ પારેખ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર એલાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 141 વેસ્ટ , પ્રદ્યુમન જોશી લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી , એલાયન્સ કલબ ઓફ સુરત સેવન સ્ટાર ના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી, એલાયન્સ ઇન્ટરનેશનલ કલબના સભ્ય અવિનાશ વ્યાસ ,બેંક ઓફ બરોડા ઉનાઈ શાખાના મેનેજર સકલાલભાઈ , ભીનાર ગામના સરપંચ જીતુભાઈ પટેલ , દૂધ મંડળી ભીનારના પ્રમુખ અને ભીનાર ગામના અગ્રણી કલ્યાણભાઈ બી. પટેલ , શાળા મંડળના પ્રમુખ ભરતભાઈ આર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી અને પ્રોત્સાહક આશીર્વાદ વચનો સાથે શુભેચ્છા પાઠવી હતી .
કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય દિનેશભાઈ જે પટેલના આવકાર પ્રવચનો સાથે કરવામાં આવ્યા હતા . આમંત્રણ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યકમની શરૂઆત કરાઇ હતી . પ્રાર્થના અને ત્યારબાદ સ્વાગતગીત દ્વારા સ્વાગત અને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ તેમજ સાલ ઓઢાડીને મહેમાનોનું સન્માન શાળા ના આચાર્ય દિનેશભાઈ પટેલ તથા શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું . મહેમાનો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું . કાર્યક્રમની વચ્ચે ગરબા , ડાંગી નૃત્ય , આદિવાસી નૃત્ય આકર્ષક નું કેન્દ્ર બન્યું હતું .
ગત વર્ષે ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવનાર અને શાળામાં ધોરણ 9અને 11માં 1 થી 3 નંબરના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે સ્મૃતિ ભેટ અને આકર્ષક પેન આપી સન્માનિત કરાયા હતા. ચાલુ વર્ષ દરમિયાનના રમતગમત, સાંસ્કૃતિક અને સાહિત્ય વિભાગમાં વિવિધ સ્પર્ધાઓમાં QDC, તાલુકા, જિલ્લા તથા ઝોન કક્ષાએ વિજેતા અને નંબર લાવનાર વિધાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું .
ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન શાળા અને શિક્ષકો સાથેની યાદોને વિદાય સમારોહમાં વાગોળ્યા હતા . આ કાર્યક્રમમાં વર્ષ 2023 બોર્ડની પરીક્ષામાં પોતાના વિષયમાં A-1 ગ્રેડ માં પરિણામ લાવનારા શિક્ષકોમાં શોભનાબેન, મીનાબેન, પ્રશંસાબેન તથા પોતાના વિષયમાં 100 ટકા પરિણામ લાવનારા શિક્ષકોમાં ભાવેશભાઈ રાઠોડ અને મહેશભાઈ ડી પવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષિકા મિતલબેન અને તેમના ધર્મ પતિ અમિતભાઈ બારોટના માધ્યમથી શાળાને જે દાતો મળ્યા તે બદલ શાળાના આચાર્ય દ્વારા આભાર વ્યક્ત કરી શાળાના શિક્ષિકા મિતલબેનનું સન્માન કરવામાં આવ્યું હતું વિજયભાઈ કુરકુટિયા, નેહાબેન પટેલ, કુણાલભાઈ બાગુલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું .
સુરતના દાતા પ્રદ્યુમન જોષી તરફથી વિદ્યાથીઓને શુદ્ધ પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી R0 પ્લાન્ટ માટે અઢી લાખનું દાન શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દિનેશ ભાઈએ તેમનો આભાર માન્યો હતો .
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક ગીતાબેન પટેલ અને પરિમલભાઈ પટેલ દ્વારા તથા આભાર વિધિ મીનાબેન પટેલે કરવામાં આવી હતી . અંતે શાળા પરિવાર દ્વારા સૌ વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઇ હતી .
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-