ાંસદા ગાંધી મેદાન ખાતે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ક્રિકેટર વિરાટ કોહલી ના કોચ રાજકુમાર શર્મા અને મેડમ હેલીરાવ ની ટીમ દ્વારા એક પહેલ ત્રણ દિવસ ક્રિકેટ ટ્રાયલ નું આયોજન કરવામાં આવ્યું .- ટ્રાયબલ વિસ્તારમાં ક્રિકેટર ની પ્રતિભા ને નિખારી ભારતીય ક્રિકેટ ટીમ ને કુશળ ખેલાડીઓ આપવા અલગ અલગ જિલ્લાના ખેલાડીઓ ની પ્રતિભા નિખારી પસંદગી માટે ત્રણ દિવસનું ટ્રાયલ ક્રિકેટ રમવા જીલ્લાના ખેલાડી માટે વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરી પોતાની પ્રતિભા નું પ્રદર્શન કરી આગળ આવવા ખેલાડીઓ એ રજીસ્ટ્રેશન કરાવ્યુંઆ કાર્યક્રમ માં ભારતીય બલાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી નરેશભાઈ તૂમડા તથા વાસદા પી એસ આઇ જયદીપસિંહ ચાવડા પણ હાજર રહ્યા .ક્રિકેટ કોચ રાજકુમાર શર્મા, મેડમ હેલીરાવ તથા તેમની ટીમે અલગ અલગ જિલ્લાના ખેલાડીઓ ની ટ્રાયલમેચ નિહાળી જેમાં પારંગત ખેલાડીઓ જેમ કે બોલર , બેસ્ટ મેન.વિકેટ કિપર, સારા ફિલ્ડર જેવી અલગ અલગ કુશળતા ની નોંધ લેવા માં આવી , પહેલા દિવસે ક્રિકેટ ટ્રાયલ માં નવસારી ડાંગ અને બીજા દિવસે તાપી અને સુરત જિલ્લાના ખેલાડીઓએ પોતાની પ્રતિભા દાખવી હતી . ત્રીજા દિવસે વલસાડ અને દાદરા નગર હવેલી સેલવાસના ખેલાડીઓ પોતાની પ્રતિભા દાખવશેજેમાં થી પસંદગી થનાર ખેલાડીઓ ને ફરી ટ્રેનીંગ આપવામાં આવશે . ત્યાર બાદ પસંદગી કરી રાજ્ય કક્ષાએ અને નેશનલ સ્તર પર પણ ક્રિકેટ રમવા ની તક મળી શકશે.
આ પહેલ માં ભારતીય ક્રિકેટ ટીમ માટે કુશળ ખેલાડીઓ ની શોધ ની સફળતા પ્રાપ્ત કરવા આ સુંદર આયોજન મેડમ હેલીરાવ અને એમની ટીમ વાંસદા ના વસંતભાઈ ગાંવિત, અજયભાઇ લુહાર સાથે સંજયભાઈ પાંચાલ દ્વારા ઘણી જેહમત ઉઠાવી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ ને જિલ્લાઓમાંથી પસંદગી કરી કુશળ ક્રિકેટર બનાવી આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૨૧ જાન્યુઆરી ત્રીજા દિવસ ની ક્રિકેટ ટ્રાયલ બાદ વાંસદા તાલુકાના આમંત્રિત મહેમાનો ની હાજરી માં પસંદગી થનાર ખેલાડીઓ ના નામ જાહેર કરવામાં આવશે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-