વાંસદાની ખાંભલા ગામે શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારનો NSS શ્રમ શિબિર યોજાયો.

0
86

શ્રી વાંસદા તાલુકા સેવા સંઘ સંચાલિત શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારનો NSS વિભાગ દ્વારા ખાસ શ્રમ શિબિરનું આયોજન ખાંભલા ગામમાં યોજાવામાં આવ્યો હતો

જેમાં સાત દિવસના આ ખાસ શ્રમ શિબિરના કાર્યક્રમનો ઉદ્ઘાટન તારીખ 14 / 2 / 2024 ના રોજ નવજીવન છાત્રાલય ખાંભલાના સંચાલક સુરેશભાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો . સાત દિવસના આ શ્રમ શિબિરમાં સ્વયંસેવકો દ્વારા PHC કેન્દ્ર ખાંભલા તથા ગ્રામ પંચાયત ખાંભલા. દૂધ ઉત્પાદક મંડળી ખાંભલા વગેરે જેવા સ્થળોએ સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત સાક્ષરતાનું મહત્વ, મતદાર જાગૃતિ કાર્યક્રમો તેમજ સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગામના લોકોને પ્રત્યક્ષ મુલાકાત અને શેરી નાટકો દ્વારા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં NSS પ્રવૃતિના પ્રોગ્રામ ઓફિસર મહેશભાઈ ડી પવાર તથા વિજયભાઈના માર્ગદર્શન હેઠળ આ ખાસ શ્રમ શિબિર સ્વયંસેવકોના ઉત્સાહ અને ગ્રામજનોના સહકારથી ખૂબ સફળ રહ્યો હતો કાર્યક્રમના અંતિમ દિવસે સ્વયંસેવકો દ્વારા એક સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાંભલા ગામના સરપંચ અનિલભાઈ ચૌધરી ,સભ્ય દિલીપભાઈ તથા શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારના આચાર્ય દિનેશભાઈ જે પટેલ શાળા પરિવારના સૌ સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને માણ્યો હતો .

આ NSSના સ્વંયસેવકો દ્વારા આ કેમ્પ અંતર્ગત કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને જન જાગૃતિના કાર્યક્રમોની વિશેષ નોંધ લઈને ખાંભલા ગામના સરપંચએ શ્રી સદગુરુ સ્કૂલ ભીનારના એનએસએસ ના સ્વયંસેવકો અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહેમાનો અને સ્વયંસેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્ન કરનાર તમામ સ્નેહીજનોનો આચાર્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here