ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રાયબોરના ધોરણ 10 ના વિદ્યાર્થીનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો .
જયંતીભાઈ બિરારી દ્વારા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શુભેચ્છા પાઠવી હતી .
ગ્રામ પંચાયત માનકુનિયા સહયોગથી શ્રી ગ્રામ સેવા મંડળ વાંસદા સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રાયબોરના ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંડળના પ્રમુખ રાકેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ વિજયભાઈ મહાલા , મંત્રી પ્રકાશભાઈ ગામીત સભ્ય સુનિલભાઈ ચૌધરી, ગામ પંચાયત માનકુનિયા ના સરપંચ રીનાબેન જયંતીભાઈ બિરારી ગામ પંચાયત ના સભ્ય કિશનભાઇ માહલા , દીપકભાઈ , સંજયભાઈ , ગમનભાઈ કુંવર રાયબોર આશ્રમ શાળા આચાર્ય ભૂપેન્દ્રભાઈ વહીયા ઉપસ્થિત રહ્યા હતાં .
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રાયબોરના આચાર્ય છોટુભાઈ પટેલ આમંત્રિત મહેમાનોને પૃષ્પગુચ્છ અને શબ્દોથી આવકાર્યા હતા તેમજ મંડળના પ્રમુખ રાકેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ વિજયભાઈ માહલાએ શુભેચ્છા પ્રવચન આપ્યું હતું જયંતીભાઈ બિરારીએ બાળકોને શુભેચ્છા આપી ધોરણ 10માં અભ્યાસ કરતાં દરેક વિદ્યાથીઓને બોર્ડમાં ઉપયોગી એવા ટ્રાન્સફરન્સ પાટીયા , પેન અને પાઉચર જેવા શૈક્ષણિક કીટ આપી શુભેચ્છા પાઠવી હતી .
દરેક બાળકો ખૂબ આગળ વધે અને શાળા , ગામ, મા – બાપનું નામ રોશન કરે તેવા ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી . સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા નામ શિક્ષિકા પીનલબેન પટેલ અને આભારવિધિ સુભાષભાઈ પટેલે કરી હતી .
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ -અમિત મૈસુરીયા-