આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગુજરાત પ્રદેશ ડોક્ટર સનમભાઈ પટેલ હાજર રહ્યા હતા. અને કાર્યકર્તાઓને ગામમાં જઈને સરકારની વિવિધ યોજનાઓની સમજ આપવી. એ અંગે માહિતી આપી હતી.
વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તીબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રા બહેન. માધુભાઈ. ધર્મેન્દ્રસિંહ સોલંકી. રસિકભાઈ. અશ્વિનભાઈ. જયશ્રીબેન વાંસદા ગામના સરપંચ ગુલાબભાઈ તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ પ્રદ્યુમનસિંહ સોલંકી. ભુપેનભાઈ. સૌ કાર્યકર્તા મિત્રો વગેરે હાજર રહ્યા અંતમાં ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ નવસારી વિજલપોર નગરપાલિકાના સુધરાઈ સભ્ય અશ્વિનભાઈ ગણેશભાઈ કાસુન્દ્રા દેવલોક થયા એમના માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
અમિત મૈસુરીયા-
TODAY 9 SANDESH NEWS