વાંસદા તાલુકાના શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે બારતાડ અને ખાટાઆંબા જિલ્લા પંચાયત સીટની “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત કાર્યશાળા યોજાઈ.

0
64

શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે ગાંવ ચલો અભિયાન અંતર્ગત એક દિવસીય કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આ કાર્યશાળામાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વૈદ્ય દ્વારા અભિયાનમાં ગામે ગામ જનારા બારતાડ અને ખાટાઆંબા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે કાર્યશાળા નું સંચાલન વાંસદા સંગઠન મહામંત્રી સંજયભાઈ બીરારી એ કર્યું હતું. ખાતામાં જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઈ જાદવ દ્વારા કાર્ય શાળા અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

વાંસદા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરુણભાઈ દ્વારા ગામમાં જનારા કાર્યકર્તાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્ય શાળામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ કાર્યશાળા નું આયોજન પ્રકૃતિના ખોળામાં ખૂબ જ સુંદર રીતે માજી તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું

અંતે કાર્યશાળા ની આભાર વિધિ વાંસદા વિધાનસભાના “મન કી બાત” ના સંયોજક, ગાંવ ચલો અભિયાન વાંસદા ના સહ સંયોજક તથા હાલ જ નવસારી જિલ્લા ચાઈલ્ડ વેલફેર સોસાયટીના સભ્ય તરીકે નિમણૂક પામેલા ડોક્ટર લોચન શાસ્ત્રી એ કરી હતી.
TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here