પાંચ માર્ચ 2024 ના રોજ ખાટા આંબા ગામમાં વિવિધ આશરે ૧૬.૭૦ લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. ખાટા આંબા ગામે વિવિધ રસ્તા નો ખાતમુર્હુત, સ્કૂલ નો શેડ , શૌચાલય તેમજ બોરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું. ગામમાં ડુંગળી ફળિયાના સ્મશાન નો રસ્તો 2.5 લાખના ખર્ચે, લાલજીભાઈ ના ઘર પાસે પેવર બ્લોક નું કામ એક લાખના ખર્ચે, અંબાપાડા બાગુલ ફળિયા નો રસ્તો 2.5 લાખના ખર્ચે, ખાટા આંબા મુખ્ય પ્રાથમિક શાળામાં સેડ પાંચ લાખના ખર્ચે, બાબુનિયા ફળિયા વર્ગ શાળામાં શૌચાલયનું કામ 1.71 લાખના ખર્ચે, મોટા પાડા ફળિયા માં બોર અને મોટર નું કામ એક લાખના ખર્ચે તથા બાબુનીય ફળિયા અને ચારમૂલી ભિસખડક ફળિયા નો રસ્તો ત્રણ લાખના ખર્ચે તૈયાર થયો હોય એમનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ જાદવ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરુણભાઈ , વાંસદા વિધાનસભા સંયોજક ડૉક્ટર લોચન શાસ્ત્રી, વાંસદા વિધાનસભા વિસ્તારક બ્રિજિયંત પરમાર, તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ, પરસોતભાઈ, લાલજીભાઈ, ગામના સરપંચ શ્રી તથા ગામના શિક્ષકો તથા વડીલો હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-