માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી માંગરોળના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇસરાણી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં તારીખ નવ મી ઓગસ્ટ ના રોજ મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી મા ટ્રાફિક સહિત નાના-મોટા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને કોઈ સમસ્યા ના સર્જાય તે માટે ના અગોતરા આયોજન અંગે સ્થાનિક આગેવાનો જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ સુરતી ગામના સરપંચ તેમજ ઉપસરપંચ ગફુરભાઈ મુલતાની વેપારી મંડળના સભ્યો તાજીયા ના આયોજકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
વાંકલ.. માંગરોળ રિપોર્ટ…. વિનોદ મૈસુરીયા