વાંસદા તાલુકામાં બાંકડા ગૃપ ના સંચાલક નીતીનભાઇ સંચેતી ઉર્ફે ગોટુભાઇ દ્વારા છેલ્લા ૨૫ વર્ષ થી મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં લોકો ને પ્રેમભાવ થી ભોજન સાથે ગરીબો ને વસ્ત્ર દાન ————–
– દર વર્ષે લગભગ ૩૦૦ થી ૫૦૦ લોકો ને પ્રેમભાવ થી ભોજન કરાવે છે.આ વર્ષે ૨૫ વર્ષ થયાં.
જેમાં વાંસદા નગર ના આગમન આગેવાનો તથા વડીલો ને આમંત્રિત મહેમાનો તથા ગામડા ના લોકો પણ દર વર્ષે ભોજન કરે છે.સાથે વસ્ત્ર દાન પણ કરી પુણ્યનું કામ કરી રહ્યા છે. ઉતરાયણ પર્વ માં નિતીનભાઇ સંચેતી સાથે યશપાલજી, આનંદભાઈ શાહ, વસંતભાઈ, અજયભાઇ,દેવદાસભાઇ મૈસુરીયા, ભૂતપૂર્વ આચાર્ય મગનભાઈ, શિવેન્દ્રસિંહ ,,સૌ સાથે હાજર રહ્યા હતા .અને હસમુખભાઈ ડેકોરેશન તથા ભાણેજ વિશાલભાઈ શાહ કામરેજ, જયદીપ સિંહ અટોદરીયા અને વાંસદા ના મિત્રમંડળ નો નિતીનભાઇ સંચેતી એ સહયોગ બદલ આભાર માન્યો હતો
અમિત મૈસુરીયા-