પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ ખાતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નવોદય વિદ્યાલયની મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ

પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ ખાતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નવોદય વિદ્યાલયની મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં નવસારી જિલ્લાના વિવિધ સરકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસદ સભ્ય નવસારીના પ્રતિનિધિ તરીકે વાંસદા તાલુકામાંથી પ્રીતિબેન શર્મા તથા પ્રાંત અધિકારી શ્રી ડી આઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,
આ મિટિંગમાં અન્ય મહાનુભાવો માં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજેન્દ્ર રંગુનવાલા સાહેબ,સહાયક ઇજનેર કેતુલ ચૌધરી ,ગવર્મેન્ટ કોલેજના નોમિની રાકેશભાઈ, આદર્શ નિવાસી શાળા વાંસદા તરફથી અજીતભાઈ પટેલ,વાલી મંડળના સભ્ય શ્રીમતી તૃપ્તિબેન તથા વિપુલભાઈ તેમજ સર્કલ ઓફિસર વાંસદા ઉપસ્થિત રહ્યા હતા,
બેઠકની શરૂઆતમાં નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી આઇ બી સિંઘ સાહેબે સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે શાળાની પ્રગતિનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, તથા વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો ,તેમ જ શાળા વિદ્યાર્થીઓના વિકાસ માટે શું કરી રહી છે ,તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી કઈ કઈ વસ્તુઓની આવશ્યકતા છે તે અંગેની ચર્ચા કરી હતી.
માનનીય કલેક્ટર સાહેબ શ્રી એ સમગ્ર મીટીંગ દરમિયાન માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે નવોદય વિદ્યાલયના બાળકોએ જિલ્લાના પ્રતિભાશાળી બાળકો છે તેમના સર્વાંગીણ વિકાસ માટે જિલ્લા પ્રશાસન તરફથી જે પણ મદદની આવશ્યકતા હોય તે આપવા માટેની ખાતરી આપી હતી, આ ઉપરાંત તેમણે માર્ગદર્શન આપ્યું હતું કે આવનારા સમયમાં નવોદય વિદ્યાલય રુપવેલ સમગ્ર ગુજરાતમાં અગ્ર હરોળમાં રહે અને શાળાના વધુમાં વધુ બાળકો નીટ જે ડબલ ઇ ,આઈ આઇ ટી અને યુપીએસસી જેવી પરીક્ષાઓમાં સફળતા મેળવીને જિલ્લાનું નામ રોશન કરે,
આ પ્રસંગે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ કાર્યક્રમ અંતર્ગત સ્કિલ હબ ઇનોવેશન માટેનો એક પ્રશિક્ષણ કાર્યક્રમ પણ કલેક્ટર સાહેબ શ્રી તરફથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો,

જેમાં વિદ્યાલયના બાળકો માટે ડોમેસ્ટિક ડાટા ઓપરેટર નો કોર્સ ચલાવવામાં આવશે, આ માટે તેમણે વિદ્યાલયને 20 જેટલા કમ્પ્યુટર આપવાની પણ જાહેરાત કરી હતી ,વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત વિજ્ઞાન અને કલા પ્રદર્શનની પણ તેમણે મુલાકાત લીધી હતી, તથા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ તેમણે સંધ્યાકાલીન પ્રાર્થના સભામાં બાળકોના ઉત્સાહ વર્ધન માટે એક પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થી અવસ્થાએ જિજ્ઞાસાની અવસ્થા છે. તેમાં સતત પ્રશ્ન પૂછી અને જ્ઞાન વધારી શકાય અને એ માટે તેમણે ખાતરી આપી હતી કે જેટલા વિદ્યાર્થીઓ તત્પર રહેશે તેનાથી બમણો સહયોગ જિલ્લા પ્રશાસન દ્વારા નવોદય વિદ્યાલય ને આપવામાં આવશે, ત્યારબાદ તેમણે વિદ્યાલય પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને આમ ખૂબ જ સુંદર વાતાવરણમાં બેઠકનું સમાધાન થયું હતું

,સંસદ સભ્યના પ્રતિનિધિ તરીકે પ્રીતિબેન શર્માએ પણ નવોદય વિદ્યાલય ને વધુમાં વધુ સહાય અને સુવિધા આપવા માટેની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના બાળકોના વિકાસ માટે મારાથી બનતા બધા જ પ્રયત્નો કરવા હું તૈયાર છું,સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી શિક્ષક જયમલ દેસાઈએ કર્યું હતું.આચાર્યશ્રી આઈ બી સિંઘ સાહેબે તમામ મહેમાનો નો આભાર માન્યો હતો .

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.. સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં…

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!