વાસદા તાલુકા ના કિલ્લાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી અને ડાંગ જિલ્લા ની તાલુકા પંચાયત ના સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો

0
55

ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી જલાલપોર ,નવસારી વાંસદા અને ખેરગામ તાલુકા પંચાયતના સભ્યો અને ડાંગ જિલ્લાની વઘઇ, આહવા,અને સુબીર તાલુકા પંચાયતના સભ્યોએ ભાગ લીધો હતો આ પ્રશિક્ષણ શિબિરના પ્રથમ સત્રમાં નવસારી લોકસભાના ચૂંટણી ઈન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયા દ્વારા આદર્શ જનપદ પ્રતિનિધિ કાર્યાલય જનસંવાદ જન સંપર્ક અને પ્રવાસ વિષય ઉપર સભ્યોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

દ્વિતીય સત્રમાં સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાવેશ પટેલ દ્વારા સભ્યોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી ત્રીજા સત્રમાં દક્ષિણ ગુજરારાત બુથ સશક્તિકરણ અભિયાનના ઇન્ચાર્જ કરસનભાઈ ગોંડલીયા દ્વારા પાર્ટી નો ઇતિહાસ વિચારધારા ભાગીદારી જનાધાર અને વિસ્તાર વિષય ઉપર સભ્યોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ચોથા અને અંતિમ સમાપન સત્ર માં ગુજરાત રેસ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here