વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર ખાતે ગોધાબારી ગામે આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવ અને તોરણીયા ડુંગરદેવ ની પૂજાનો સમારોહ યોજાયો. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના નવસારી જિલ્લા સખા દ્વારા તોરણીયા ડુંગર ખાતે આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા ને જાળવવા માટે તોરણયા ડુંગર આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવમાં તોરણીયા ડુંગર દેવની પૂજા કરવામાં આવી હતી અને આપણી પૂજા પદ્ધતિ પરંપરા વેશભૂષા ખાનપાન અને નૃત્યને જાળવવા માટે અને પૂર્વજોની મહાન પરંપરાઓને ઉજાગર કરવામાં આવે એ રીતનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દરેક સમાજના વિવિધ વાજિંત્રો નૃત્ય વેશભૂષા સાથે ગોધાબારી હનુમાન મંદિરથી તોરણીયા ડુંગર સુધી ખૂબ જ મોટી શોભાયાત્રા કરવામાં આવી હતી. સાથે જ આ દિવસે વ્યંજનો કોદરાની પેજ, તુવેરના બફાણા, ખાટીભાજી ની દાળ, કોળા દાણા નું શાક, દેશી ચટણી, ઢેકળા, અડદની દાળ, નાગલી ચોખા ના રોટલા ,કોળાના પાનગા, કંદમૂળ દેશી ઔષધી અને ઉબાડ્યાનો સ્વાદ લોકોએ માણ્યો હતો.આ પ્રોગ્રામમાં અખિલ ભારતીય જનજાતિ આશ્રમના ઉપાધ્યક્ષ શ્રી સત્યેન્દ્રજી છેક છત્તીસગઢ થી અહીં હાજર રહ્યા હતા. સાથે જ જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના લક્ષ્મણજી મહારાજ, રતિભાઈ, મહેન્દ્રભાઈ, ડોક્ટર લોચન શાસ્ત્રી,ડોક્ટર નલીનીબેન, યોગેશભાઈ ગામીત, ફુલચંદભાઈ, છગનભાઇ ઢિમર, ઠાકોરભાઈ પટેલ, ભાઈકુભાઈ, સંજયભાઈ તથા અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી હોસ્પિટલ રાણી ફળિયાના ડોક્ટર લોચન શાસ્ત્રી નું દાતા તરીકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.શ્રાવણ મહિનામાં ઉનાઈ માતાના મંદિર ખાતે એક માસ ચાલેલા ભજન મંડળના કાર્યક્રમમાં જેટલા પણ ભજન મંડળોએ ભાગ લીધા હતા તેમને ઢોલક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તોરણીયા ડુંગરની આસપાસ જેટલા પણ દેવો આવેલા હોય તેમની પૂજા કરવામાં આવી હતી તો એ ભગતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આદિવાસી સાંસ્કૃતિક પ્રોગ્રામ ની સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ ખૂબ જ ઉત્સાહથી લોકો જોડાયા હતા અને લોકોનો ઉત્સાહ જોતા હવેથી આ કાર્યક્રમ દર વર્ષે યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આદિવાસી પરંપરા પ્રમાણે આ કાર્યક્રમમાં પ્રકૃતિને થોડો પણ નુકસાન કર્યા વગર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-