ગુજરાત

વાંસદા તાલુકાના ભીનાર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત ના 107 મો એપિસોડ ભીનાર ગામે કાજિયા ફળિયા ખાતે કનુભાઈ ના ઘરે લોકોએ નિહાળ્યો. વાસ્તવિક વિધાનસભાના મન કી બાત ના ડોક્ટર લોચન શાસ્ત્રીના હાજરીમાં ગામના લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ વખતે વરસાદી વાતાવરણ ના કારણે કનેક્ટિવિટી ના હોવાના લીધે મન કી બાત નો કાર્યક્રમ લેપટોપ પર સૌ લોકોએ ભેગા મળીને નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં રમણભાઈ ,દેવજીભાઈ કનુભાઈ, વસ્ત્ર વિધાનસભાના વિસ્તાર બ્રિજિયંત પરમાર, બાબુભાઈ કમલેશભાઈ, કનુભાઈ ,વિમલકુમાર, કલ્પેશભાઈ, સુનિલભાઈ ,નયનાબેન, તુલસીદાસભાઈ, પ્રશાંતભાઈ, નૃપલબેન, હંસાબેન ,રામીબેન અંકિતકુમાર વિનોદભાઈ ધીરુભાઈ ભાવનાબેન તથા ગામના લોકો હાજર રહ્યા હતા.

આ વખતના મન કી બાત ના કાર્યક્રમની વિશેષતા એ હતી કે આપણા ગુજરાતનું ચાર સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એમાં પણ ખાસ કરીને સ્વચ્છતા વિશે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળામાં ગબ્બર પર કરવામાં આવેલી સફાઈ અભિયાન સુરતમાં કરવામાં આવેલી સફાઈ અભિયાન , અમરેલી બીચ પર યોજવામાં આવેલો બીચ ફેસ્ટિવલ કે જેમાં સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા નું નામ લેવામાં આવ્યું હતું અને છેલ્લે મન કી બાત ના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ પીરાણા ધામ ખાતે યોજવામાં આવેલો એક રેડિયો પ્રદર્શન કે જેમાં મન કી બાત ના દરેક એપિસોડને આપણે સાંભળી શકીએ છીએ તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે આ વખતે મન કી બાત ના કાર્યક્રમમાં ગુજરાતનું વિશેષ મહત્વ રહેલું હતું

.TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા-

Related Posts

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!