વાંસદા પોલીસ ટીમ..સાથે પી.એસ.આઇ જે.વી ચાવડા એ સેવા સુરક્ષા શાંતિ નાં સૂત્રને સાર્થક કર્યું

0
94

વાંસદા પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર જે વી ચાવડા ની માનવતા સભર કામગીરી..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુનિફોર્મની ઇજ્જત ત્યારે વધે છે જ્યારે તેની અંદર માનવતા જીવીત હોય છે, યુનિફોર્મ ની કિંમત ત્યારે વધે છે જ્યારે યુનિફોર્મ ફરજ દરમ્યાન માતા બહેનો, પીડીત,શોષિત, વંચિતો માટે કંઈક કરવાની આકાંક્ષા અંતરમાં જાગૃત છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગવાલ ના નેતૃત્વ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય નાં સુચના અને માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસ સ્ટેશન નાં પોલીસ સબ ઇન્સ્પેકટર જે વી ચાવડા તથા ટીમના આંતરિયાળ વિસ્તારમાં નિરાધાર અને એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધ વડીલો કે જેમનાં જીવનરૂપી શબ્દકોશ માંથી ઉત્સાહ અને આનંદ તહેવાર જેવા શબ્દો ની બાદબાકી થઈ ગઈ છે.તેવા વૃધ્ધ વૃધ્ધા ઓ માટે વાંસદા પોલીસ તેમનો પરિવાર બની દિવાળીના તહેવાર નિમિત્તે ગામના સરપંચ સાથે મળીને તેમનાં ઘરે જઈને વયોવૃદ્ધ વડીલો કુલ આઠ વડીલોને એક મહિનાનું રાસન ગરમ ધાબળા સાડી કપડાં અને મીઠાઈ આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી અને સરકારી યોજના અંતર્ગત લાભ મળે છે તેની ખાતરી કરવામાં આવી.
આમ દિવાળી તહેવારો દરમિયાન પોલીસ પરિવાર બંદોબસ્તમાં વ્યસ્ત હોય આવી રીતે માનવતા સભર કામગીરી કરી પોતાની ટીમ સાથે દિવાળીની ઉજવણી કરી હતી…

રીપોર્ટ –
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ- અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here