વાસદા તાલુકાના ભીનાર દૂધ ડેરી ખાતેના હોલ મા આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી નિમિત્તે આયુર્વેદ ફોર વન હેલ્થ હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ થીમ અંતર્ગત આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી.

0
79

તા:૧૦/૧૧/૨૦૨૩ શુક્રવાર ના ધન તેરસના દિને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ બીલીમોરા અને કાલીયાવાડીના સંયુક્ત ઉપક્રમે ભીનાર દૂધ ડેરી ખાતેના હોલ મા આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી નિમિત્તે *આયુર્વેદ ફોર વન હેલ્થ હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ થીમ અંતર્ગત* આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી.જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી
વૈદ્ય નયનાબેન પટેલ અને વૈદ્ય પંચકર્મશ્રી સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલીયાવાડી વૈદ્ય. ઉર્વિબેન પટેલ દ્વારા વિધિવત ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવી. ઉપસ્થિત મહેમનાનું ઔષધિય રોપા દ્વારા સ્વાગત કરવામા આવ્યું.નવસારી જિલ્લાના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગ અને તેના ફાયદા વિશે સમજણ આપી યોગ નિર્દેશન કરવામાં આવ્યું. ગ્રામજનોને ઔષધીય વનસ્પતિ અને તેના ઉપયોગ વિશે માહિતી આપવા માટે ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન કરવામાં આવ્યું.કાર્યક્રમના ભીનાર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખશ્રી કલ્યાણજીભાઈ બી પટેલ,
ભીનાર ગામના સરપંચ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ,ભીનાર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ટ્રસ્ટીશ્રી જયશ્રીબેન પટેલ અને અન્ય તમામ ટ્રસ્ટીશ્રીઓ અને ભીનાર ગામના અગ્રણી,નવસારી જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમીયોપેથી મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ,યોગ ઇન્સ્ટ્રક્ટર, અને સરકારી આયુ્વેદ હોસ્પિટલ કાલિયાવડી અને બીલીમોરા ના કર્મચારી અને તમામ સેવક ગણ હાજર હતા.”સર્વે સંતુ સુખીન સર્વે સતું નિરામય”ધન્વંતરિ દિવસની ઉજવણી નિમિત્તે સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.સાંધાના રોગોમાં ત્વરિત લાભકારક અગ્નિકર્મ સારવાર આપવામાં આવી.જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનુ ભીનારના મેડિકલ ઓફિસર ખોડીદાસ શુકલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી.દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફઅમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here